પ્રભાતમાં શરણું


                        પ્રભાતમાં શરણું

તાઃ૧૯/૧૦/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિવજીનું મેં શરણું  લીધુ,પ્રભુ પાવન જીવન દેજો
પ્રેમે અમારી ભક્તિ સ્વીકારી,ઉજ્વળ જીવન કરજો
                                           ………શિવજીનું મેં શરણું લીધુ.
સવાર સાંજમાં જ શ્રધ્ધા રાખી,સ્મરણ તમારુ કરતો
મોહમાયાના બંધન છોડવા,ૐ નમઃ શિવાય જપતો
જગજીવનમાં નીતસવારે,ભક્તિદીપ હું ચરણે ધરતો
લેજો સ્વીકારી દેજો પ્રેમ,આત્માનો એ જ છે અભરખો
                                             ……..શિવજીનું મેં શરણું લીધુ.
મા પાર્વતીની સેવામાં સદા,હું ધ્યાન મનથી રટતો
કરુણા પામી મોહ છોડી, માનવ જીવન ચરણે ધરતો
સંતાનબનીને રહેવાશરણે,મા વિનંતી મનથી કરતો
પકડીહાથ અમસૌનો માડી,મુક્તિ સંગે અમારી રહેજો
                                               …….શિવજીનું મેં શરણું લીધુ.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+