પ્રેમની સીટી


                             પ્રેમની સીટી

તાઃ૨૩/૧૦/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ ક્યારે કેવી રીતે, ક્યાંથી કેમ આવી જાય
પ્રેમની સીટી વાગતા ભઇ,મિત્રો જ મળી જાય
                                       ……..કોણ ક્યારે કેવી રીતે.
સ્નેહની સાંકળ મળી જતાં,હૈયે પ્રેમ ઉભરાઇ જાય
પાંદડેપાંદડેપ્રેમ સરી જાય,ત્યાં સુગંધપ્રસરી જાય
દુનીયાના અંધકારમાં,જીવનને જ્યોત મળી જાય
બ્રીજ મળી જતાં પ્રદીપને,હૈયે અનંત આનંદથાય
                                           ……..કોણ ક્યારે કેવી રીતે.
સ્વાર્થ ભરેલ સંસારમાં,દુઃખ સાગરમાં ડુબી જવાય
હલેસાના સહવાસમાં,ધીમેથી એ પ્રેમે તરી જવાય
શરણું જલાસાંઇનું  લેતાં,જીવનમાંમહેંક આવી જાય
આંગણે આવતા મિત્રોથી,આંખમાં આંસુ આવીજાય
                                              …..કોણ ક્યારે કેવી રીતે.
લાગણીની ના માગણી,તોય પરેશભાઇ દઇ જાય
સાથીઓના સહવાસ દેવા,અમારે ઘેર આવી જાય
કલાપ્રેમની જ્યાં જ્યોત જલે,ત્યાં ભક્તિ પ્રેમે થાય
ના દેખાવના મહેલ મળે,તો ય આંગણું મહેંકી જાય
                                              ……..કોણ ક્યારે કેવી રીતે.

*******************************************

ઘેરા વાદળ


                               ઘેરા વાદળ

તાઃ૨૩/૧૦/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરખી ગગનમાં અંધકાર, નૈનો કાયમ ઢળી પડે
અણસાર મેઘરાજાનો થાય,વાદળ ધેરા ફરી વળે
                                       …..નિરખી ગગનમાં અંધકાર.
શનનન કરતી લહેર પવનની,મૃદુતા દેતી જાય
મહેંક મનને મળી જતા,જીવન લહેર પામી જાય
કુદરતનો સંકેત થતાં,માનવમન પ્રજ્વલીતથાય
અણસારની ચિનગારીએ જ,પ્રભુ કૃપા મળી જાય
                                     ……..નિરખી ગગનમાં અંધકાર.
વિજળીનો ચમકાર નિરખી,માનવતા જાગી જાય
માટીની સોડમ મળી જતાં,દેહે માનવતા મહેંકાય
મેઘરાજાના આગમનનો,જગે અણસાર મળી જાય
પૃથ્વી પરનો આનંદ અનેરો,ઘેરા વાદળ દઇ જાય
                                     ……. નિરખી ગગનમાં અંધકાર.

###################################