પ્રદીપ એટલે?


ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારામિત્ર શ્રી બ્રીજ જોષીના
ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને
મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ.

                                  પ્રદીપ એટલે ?

તાઃ૨૫/૧૦/૨૦૦૯          (હ્યુસ્ટન)            રાણા કરણસિંહ ગનુભા

પ્રદીપ એટલે ?         પ્રજ્વલીત દીપ
પ્રદીપ એટલે ?         દિવ્ય પ્રકાશ
પ્રદીપ એટલે ?         પ્રેમાળ જ્યોત
પ્રદીપ એટલે ?         પ્રેમનો દરીયો
પ્રદીપ એટલે ?         જ્ઞાનનો ભંડાર
પ્રદીપ એટલે ?         પ્રેમ કુંભ
પ્રદીપ એટલે ?         પ્રિય ભક્ત
પ્રદીપ એટલે ?         સેવા અને કૃપા
પ્રદીપ એટલે ?         કઠોર શ્રમ     
પ્રદીપ એટલે ?         સહકાર 
પ્રદીપ એટલે ?         ભક્ત ભુદરો
પ્રદીપ એટલે ?         દાસ
પ્રદીપ એટલે ?         દાસનો પણ દાસ
પ્રદીપ એટલે ?         વાહ
પ્રદીપ એટલે ?         સુગંધ અને સુવાસ
પ્રદીપ એટલે ?         ભાવનો ભંડાર
પ્રદીપ એટલે ?         કરુણાનો સાગર
પ્રદીપ એટલે ?         શ્રધ્ધા
પ્રદીપ એટલે ?         પ્રાર્થના
પ્રદીપ એટલે ?         પથીક
પ્રદીપ એટલે ?         ઉંચી ઉડાન
પ્રદીપ એટલે ?         તરવૈયો
પ્રદીપ એટલે ?         નભ વિહાર
પ્રદીપ એટલે ?         સાગરખેડુ
પ્રદીપ એટલે ?         મરજીવો
પ્રદીપ એટલે ?         મા ભોમનો ખેડુ
પ્રદીપ એટલે ?         ઉંડી સમજ
પ્રદીપ એટલે ?         પ્રવાસી
પ્રદીપ એટલે ?         સમીયલ વડલો
પ્રદીપ એટલે ?         વાલપનો દરીયો
પ્રદીપ એટલે ?         માનુ વાત્સલ્ય
પ્રદીપ એટલે ?         બાપુની છાયા
પ્રદીપ એટલે ?         ભારતમાતાનો સપુત
પ્રદીપ એટલે ?         વતનપ્રેમી
પ્રદીપ એટલે ?         ગરવો ગુજરાતી
પ્રદીપ એટલે ?         હિન્દુસ્તાની
પ્રદીપ એટલે ?         માણસાઇ
પ્રદીપ એટલે ?         માણસ પારખુ
પ્રદીપ એટલે ?         માનવ પ્રેમી
પ્રદીપ એટલે ?         મીઠાસ
પ્રદીપ એટલે ?         આવકાર
પ્રદીપ એટલે ?         પાણીની પરબ
પ્રદીપ એટલે ?         અન્નપુર્ણા પુત્ર
પ્રદીપ એટલે ?         ભંડાર
પ્રદીપ એટલે ?         મા શારદા પુત્ર
પ્રદીપ એટલે ?         મધુર સંગીત
પ્રદીપ એટલે ?         સરગમ
પ્રદીપ એટલે ?         સંગીત રસીક
પ્રદીપ એટલે ?         દર્દીલો ગાયક
પ્રદીપ એટલે ?        શિવ શક્તિ પુંજક
પ્રદીપ એટલે ?        સત્યનો રાહી
પ્રદીપ એટલે ?        ન્યાય
પ્રદીપ એટલે ?        વચન
પ્રદીપ એટલે ?        સાંઇ ચરણ
પ્રદીપ એટલે ?        સખો
પ્રદીપ એટલે ?        અમાસ રાત્રીનો પુંજ પ્રકાશ
પ્રદીપ એટલે ?        બીજનો ચંન્દ્ર
પ્રદીપ એટલે ?        પુનમનો ચાંદ
પ્રદીપ એટલે ?        શીતળ રાત્રી
પ્રદીપ એટલે ?        જલારામની ઝુંપડી
પ્રદીપ એટલે ?        ગુરુ આજ્ઞાકારી
પ્રદીપ એટલે ?        સદાય સ્વસ્થ યોગી
પ્રદીપ એટલે ?        પ્રસન્ન સ્મીત
પ્રદીપ એટલે ?        નાવીક (કપ્તાન)
પ્રદીપ એટલે ?        શ્રીફળ,કુંભ,સ્વસ્તીક
પ્રદીપ એટલે ?        પવિત્ર તિલક,જનોઇ
પ્રદીપ એટલે ?        ગાય-ગાયત્રી,ઉપાસક
પ્રદીપ એટલે ?        ભરેલુ તળાવ
પ્રદીપ એટલે ?        સમભાવના
પ્રદીપ એટલે ?        સહન શક્તિ
પ્રદીપ એટલે ?        હેમ શિખર
પ્રદીપ એટલે ?        ગરવો  ગિરનાર
પ્રદીપ એટલે ?        વિશ્ર્વાસ
પ્રદીપ એટલે ?        શુભ લાભ
પ્રદીપ એટલે ?        માન સરોવર
પ્રદીપ એટલે ?        ત્રિવેણી સંગમ
પ્રદીપ એટલે ?        પક્ષી કલરવ
પ્રદીપ એટલે ?        પવિત્ર ઝરણું
પ્રદીપ એટલે ?        રામાયણ ચોપાઇ
પ્રદીપ એટલે ?        ગીતા અધ્યાય
પ્રદીપ એટલે ?        ભાગવત સાર
પ્રદીપ એટલે ?        વેદ સમજ
પ્રદીપ એટલે ?        દ્વારીકાની છપ્પનસીડી
પ્રદીપ એટલે ?        ઔષધ પારખું
પ્રદીપ એટલે ?        ગામઠી નિશાળ
પ્રદીપ એટલે ?        સંબંધ -વીવેકી
પ્રદીપ એટલે ?        પથીકની કેડી
પ્રદીપ એટલે ?        સાચો પડોશી
પ્રદીપ એટલે ?        પોપટીયુ જ્ઞાન
પ્રદીપ એટલે ?         કથાકાર
પ્રદીપ એટલે ?        વાર્તાકાર
પ્રદીપ એટલે ?        આણંદનો આવકાર
પ્રદીપ એટલે ?        ઘંટાકર્ણ સેવક
પ્રદીપ એટલે ?        કવિતાનો રચનાર
પ્રદીપ એટલે ?        કવિતા (કવિરાજ)
પ્રદીપ એટલે ?        કવિતાનો પપીહો
પ્રદીપ એટલે ?        થનગનતો મોર
પ્રદીપ એટલે ?        કવિતાનો મહાસાગર
પ્રદીપ એટલે ?        ભોજનનો રસથાળ
પ્રદીપ એટલે ?        હ્યુસ્ટનની ડેલી
પ્રદીપ એટલે ?        આદર
પ્રદીપ એટલે ?        રક્ષક
પ્રદીપ એટલે ?        સ્વાસ્થતાનુ પ્રતીક
પ્રદીપ એટલે ?        ઉગતો સુર્ય
પ્રદીપ એટલે ?        વૃન્દાવન
પ્રદીપ એટલે ?        બ્રહ્મનો ભટ્ટ
પ્રદીપ એટલે ?      બ્રિજરાજ સખા
પ્રદીપ એટલે ?      ઉર્મીલ,ભાવીન,વિજય,મેહુલ,વિભુતી,કાજલ,બ્રિજકરણ નો ભેરુ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કારતક સુદ સાતમ


                        કારતક સુદ સાતમ (૧૮૫૬/૨૦૬૬)
      
           પરમ પુજ્ય સંતશ્રી જલારામબાપાના પવિત્ર જન્મ દીવસે
તેમની સેવામાં આ કાવ્યો ભક્તિ પ્રેમ સહીત સમર્પણ.

                               સંકેત જન્મનો

તાઃ૨૫/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમથી કરતા,ને વિરપુર ગામમાં રહેતા
           રાજબાઇ હતુ નામ,ને ઠક્કર પ્રધાનજી  ભરથાર
ધર્મ કર્મને સાચવી ચાલે,જીવનને કરવા ધામ
            આવે આંગણે કોઇ માનવી,જે અન્નદાને હરખાય
નીત સવારે પુંજા કરતાં,આંગણે દીવા પ્રગટાય
                                                   ……..ભક્તિ પ્રેમથી કરતા.
ભજન ભક્તિના અણસારમાં,પરિક્ષા કાયમ થાય
           આવે આંગણે કોઇસ્વરુપે,ના માનવીથી સમજાય
રધુવીરદાસજી આવ્યા દ્વારે,એક દેવાને અણસાર
           ભક્તિ તમારી પ્રભુ સ્વીકારે,ને ભવ સુધરશે આ
શ્રધ્ધા રાખી સ્નેહ કરીને,કરજો જીવને અન્નદાન
                                                      …….ભક્તિ પ્રેમથી કરતા.
જીવનેચાવીમળતા દ્વારની,ખુલતાંકૃપામળેઅપાર
            મોહમાયાના બંધન છુટે, જ્યાં સંતાને સેવા થાય
માન મળે સન્માન મળે,ને કુળપણ ઉજ્વળ થાય
            અવની પરના આગમને,આ જન્મ સફળથઇજાય
રામનામના સ્પંદન મળતા,પવિત્ર કામ જ થાય
                                                      ……..ભક્તિ પ્રેમથી કરતા.
પરમાત્માની સીધીદોરથી,સંત દઇ ગયાઅણસાર
            જન્મ ધરશે સંત બનવા,રાજબાઇનુ બીજુ સંતાન
મોટાબોઘાભાઇ,નાનાદેવજીભાઇ,નેવચેટ જલારામ
            રાખી શ્રધ્ધા રામનામમાં,લાવશે ભોજનનો ભંડાર
સંત સાધુને અતીથી સેવાએ,સફળ કરશે અવતાર
                                                         ……..ભક્તિ પ્રેમથી કરતા.

(((શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ શ્રીરામ)))))

                      જલારામનો  જન્મદીવસ

                    ( ૧૪ નવેમ્બર ૧૭૯૯.)

વિરપુર ગામે મૃદંગ વાગે,જે પરમાત્માની કૃપા કાજે
ઠકકરકુળના પાવનકર્મે,ભક્ત જલારામનો જન્મઆજે
                                           …….વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રધાનજી પિતા થતાં આજે,સફળ માનવ જન્મ લાગે 
અવનીપરના આગમને,જ્યાં ભક્તિપ્રેમ ઉભરાતોઆવે
મા વીરબાઇની સેવા દીઠી,જે પરમાત્માએ ગ્રહણકીધી
જન્મ દઇ સંતાન સંતને,માનવ દેહ પાવન કરી લીધો
                                            ……વિરપુર ગામે મૃદંગ વાગે.
જન્મ કર્મના બંધન નિરાળા,અવનીપરએ સાથે ચાલે
વાણી વર્તન ને માનવધર્મ, કુદરતની કૃપા પણ લાવે
સીતારામના સ્મરણ ગગનથી,ઉજ્વળછત્ર પ્રભુનુલીધુ
જન્મ સફળનુ પગલુ લીધુ,પત્ની વિરબાઇના સહવાસે
                                         ………વિરપુર ગામે મૃદંગ વાગે.
પ્રાગજી સોમજીની સંસ્કારી દિકરી,સુખદુઃખની સંગાથી
માનઅપમાન દ્વારને તોડી,મહેંનત મનમાં જડી લીધી
આવતા આંગણે દેહમાનવી, પ્રથમ પીરસી અન્ન લીધુ
જીવને ટાઢક દેતા જગમાં,પ્રભુ પ્રેમને જ પામી લીધો
                                           ……..વિરપુર ગામે મૃદંગ વાગે.

જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ જય જલારામ જય શ્રીરામ 

                               સફળ  જન્મ

ભક્તિનો ભંડાર ભર્યો,ત્યાં પ્રભુ કૃપાનો થયો વરસાદ
ભોજલરામની સેવા લેતા,ઉજ્વળ જીવનનો અણસાર
                                                …….ભક્તિનો ભંડાર ભર્યો.
સંવત ૧૮૭૬માં સદાવ્રતથાય,જ્યાં અન્નદાન દેવાય
આંગણે આવતા ભક્તજનોને,પ્રેમથી ભોજન કરાવાય
નરનારીના આશીશ પામતા,પરમાત્મા પણ હરખાય
ભોજનના આંગણે આવી,પ્રભુ પણ ભીક્ષા માગી જાય
                                             ………ભક્તિનો ભંડાર ભર્યો.
દાનમાં ના આંટીઘુંટી કે,ના માનવસ્વાર્થ પણવર્તાય
સેવાને ભાવનાથી જોતાં,દાનમાં પત્ની જ્યાં દેવાય
શ્રધ્ધા વિરબાઇ માતાની,ને જલારામની પ્રિય ભક્તિ
ડંડો,ઝોળી દઇભાગ્યા રામ,વિરપુરગામબન્યુ ત્યાંધામ
                                              ……..ભક્તિનો ભંડાર ભર્યો.

(((( જય જલારામ જય જલારામ જય જલારામ ))))