મેળવી લીધી


                          મેળવી દીધી

તાઃ૯/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સચ્ચાઇને સંગે રાખી,જ્યાં મનમાં વાળી ગાંઠ
રાહ ઉજ્વળ પણ દીઠી,જે મળવામાં ના બાધ
                                          …….સચ્ચાઇને સંગે રાખી.
ડગલુ માંડતા પહેલા જ,મળી જાય છે અણસાર
સાચવીને જગમાં ચાલતા,ના ઠોકર પણ ખવાય
પ્રભુકૃપાને પામવા જગે,જ્યાં ભક્તિ ઘરમાંથાય
મુક્તિ જીવ મેળવી લેશે,જ્યાં શ્રધ્ધા સાથે રખાય
                                           …….સચ્ચાઇને સંગે રાખી.
માબાપને ચરણે શીશ ધરે,ત્યાં હૈયુ ઉભરાઇ જાય
આશિર્વાદની વર્ષા વરસે, જ્યાં પ્રેમે વંદન થાય
સરળતાને સફળતા સંગે,જીવન પણ મહેંકી જાય
બારણુ ખોલતા પ્રભુ પધારે,ત્યાં જન્મ સફળ થાય 
                                           ……..સચ્ચાઇને સંગે રાખી.
શક્તિ એકને નામ અનેક,જે ધરતીએ છે ભજાય
મોહ,માયાને મમતાસાથે,ત્યાં નાપ્રભુપ્રેમવર્તાય
ભીખ પ્રભુથી મુક્તિની,જે જીવની સાથે સંધાય
દુનીયાના બંધનને છોડતા,જલાસાંઇ મેળવાય
                                           ……..સચ્ચાઇને સંગે રાખી

*********************************************