ભક્તિ સાથે ભજન


                          ભક્તિ સાથે ભજન

તાઃ૧૦/૧૧/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહની વિટંમણામાં ભઇ,સાગર ના સમજાય
સુખ સાગર કે દુઃખ સાગર,એ પડીએ ત્યાં પરખાય
                                       ……..માનવદેહની વિટંમણામાં.
પ્રભાતના પહેલા કિરણના સ્પર્શે, સુર્યોદયને પુંજાય
નમણી આંખે પુંજી લેતા,પાવનદ્વાર ઘરના થઇજાય
સમયને પારખી   ભક્તિ કરતાં,પ્રભુ કૃપા પણ થાય
આવે આંગણે મહેંક તુલસીની,ત્યાં હૈયુ પણ હરખાય
                                         ……..માનવદેહની વિટંમણામાં.
ભજન કરતાં મતી અટકે,જે ના લટકે વ્યાધી મળતા
શબ્દ સુરના તાલમાં રહેતા,ભાવનાએ ભરાઇ જવાય
બંધ આંખે જગતને જોતાં,મળે પ્રભુની અનોખી પ્રીત
ભક્તિને સંગાથ મળે ભજનનો,સ્વર્ગ પામવાની રીત
                                         ………માનવદેહની વિટંમણામાં.

+++++++++++++++++++++++++++++++++

સનાતન સત્ય


                             સનાતન સત્ય

તાઃ૧૦/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના કલ્યાણ માટેની દોરી એ ધર્મ છે.
ધર્મના દરવાજાની ચાવી ભક્તિ છે.
હિન્દુ ધર્મમાં ધર્મના અનેક સ્વરુપ છે.
દેહના અસ્તિત્વનું અવતરણ એ માબાપ છે.
માનવદેહના જીવનના માર્ગનો પાયો છે ભણતર.
પૃથ્વી પરના અવતરણ બાદ દેહનુ અસ્તિત્વએ ખોરાક છે.
જન્મ અને મૃત્યુનો સંબંધ એટલે કર્મ.
દેહના અવતરણના સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
સંસ્કાર એ માબાપના આશિર્વાદ અને પ્રભુ ભક્તિથી મળે.
શેરડીના સંત પુ.સાંઇબાબા સિવાય જગતના કોઇપણ દેહનુ અસ્તિત્વ
માબાપ વગર શક્ય નથી.
કુળ કરતાં તમારી સંસ્કારી સમજ એ જીવનને પવિત્ર બનાવે છે.
અલ્લાહનુ કોઇ સ્વરુપ ન હોવા છતાં તેમાં રહેલી શ્રધ્ધાએ જીવ
મુક્તિ મેળવે છે.
જીવના અસ્તિત્વ સ્વરુપ પ્રાણી,પશુ,પક્ષી અને મનુષ્ય છે.
જીવના ઉધ્ધાર માટેના અનેક સ્વરુપો છે.
જીવને મળેલ દેહમાં બીજા જીવોના સંબંધ જ્યાં ત્યાં અને
ત્યારે પુરા કરવા જ પડે છે.
જીવ અને કર્મના સંબંધમાંથી પરમાત્મા જ મુક્તિ આપી શકે છે.

અને છેલ્લે…….
                    જન્મ અને મૃત્યુના ફેરામાંથી સાચી ભક્તિ અને સંસ્કાર
જ મુક્તિ આપી શકે છે.

————————————————————————