શ્રધ્ધા એજ સફળતા


                           શ્રધ્ધા એજ સફળતા

તાઃ૧૫/૧૧/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતના જીવને કર્મનાબંધન,ના પારખી શક્યુ છે કોઇ
કુદરતના વ્યવહારને  જગતમાં,ના જાણી શક્યુ છે કોઇ
                                                  ……..જગતના જીવને કર્મના.
અવની પરના આગમનમાં,જીવને  છે જગતના બંધન
માનવમન જો પારખી જાણે,નારહે ફરી જગે અવતરણ
કુદરતની છે એકજ નીતી,કરેલ કર્મનાફળ મળે છે અહીં
શ્રધ્ધા સાચી મનમાં રહેતા,શાંન્તિ જ મળશે જીવનેઅહીં
                                                  ………જગતના જીવને કર્મના.
હાથ પગની જ્યાં ચાહત મહેનત,પ્રભુ કૃપા મળી જાય
દેહનીવ્યાધી દુરરહે ત્યાં,જ્યાંલગની મનથી લાગીજાય
એક એક તાંતણો જોડાતા,સાચી કેડી જીવને મળી જાય
સફળતાનો સહવાસ મળે ત્યાં,જ્યાં શ્રધ્ધા સાચી થાય
                                                ……….જગતના જીવને કર્મના.

=================================