દાનેશ્વર ભગવાન


                           દાનેશ્વર ભગવાન

તાઃ૧૬/૧૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીન દયાળુ ને ભક્તિદાતા,છો કરુણાના અવતાર
સોમવારની સવાર ઉજ્વળ,જ્યાં દીપઅર્ચન થાય
પિતા શંભુને મા પાર્વતીનો,ત્યાં પ્રેમ મળે તત્કાળ
                                           ………દીન દયાળુ ને ભક્તિ.
પ્રભાત પહોરની પહેલી કિરણે, ભાવથી ભક્તિ થાય
સુર્યોદયનાસહવાસમાં,શિવલીંગને દુધ અર્પણથાય
સુખડની ફોરમ મહેંકે ઘરમાં,ને દીવા જળહળ થાય
મંજીરાનાતાનમાં અને ડમરુનાતાલમાં ભક્તિ થાય
નમન દેહથી કરતાંસૌ,આનંદમાં ભજનપ્રેમથી ગાય
ૐનમઃશિવાયના જાપથી, હૈયેથી પ્રભુનેવંદન થાય
                                              ……….દીન દયાળુ ને ભક્તિ.
જન્મ દેહથી મુક્તિકાજે,સહજભાવમાં ભક્તિપ્રેમે થાય
ભોલેનાથના શરણે જાતાં, જીવની મુક્તિના ખુલે દ્વાર
માતા પાર્વતીની કૃપા પામતા, સ્નેહાળ શાંન્તિ થાય
અવની પરના અવતરણને,પ્રભુભક્તિએ સાર્થક થાય
મુક્તિના  દ્વાર ખોલવા કાજે,હર હર ભોલે સ્મરણ થાય
મન અને માળાનુ  મિલન થતાં, જીવને શાંન્તિ થાય
                                                 …….દીન દયાળુ ને ભક્તિ.

+++++++++++++++++++++++++++++++++++