કૃપા એજ મોક્ષ


                        કૃપા એજ મોક્ષ

તાઃ૧૭/૧૧/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોક્ષની માયા લાગતા,જીવને ભક્તિ પ્રેમે થાય
જલાસાંઇની ભક્તિ લેતા,પ્રભુરામની કૃપા થાય
                                   ………મોક્ષની માયા લાગતા.
પ્રભાત પહોરના સોનેરીકિરણે,પુંજન અર્ચનથાય
બારણુ ખોલતા ઘરમાં, પધરામણી પ્રભુની  થાય
તુલસી ક્યારા આંગણેશોભે,ને ગુલાબ મહેંકીજાય
કંકુ ચાંલ્લા કરતાં દ્વારે,ચોખાથી વધામણા થાય
                                         …….મોક્ષની માયા લાગતા.
પવિત્ર પાણી ગંગા નદીના,વધામણાથી અર્ચાય
ચારેદીશાને નમનકરતાં,પંચામૃત હાથથી દેવાય
કૃપા કરુણા સાગરની, જીવની ભક્તિ જોતા થાય
મળીજાય જ્યાં કૃપાપ્રભુની,જીવનેમોક્ષમળી જાય
                                        ………મોક્ષની માયા લાગતા.

(((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))