કળીયુગની કરામત


                    કળીયુગની કરામત

તાઃ૨૨/૧૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

વણ માગેલી માયા,ને સાથે મોહ  મળી જાય
કળીયુગની લીલામાં,માનવતા ખોવાઇ જાય
                                       ………વણ માગેલી માયા.
સંબંધ જગતમાં  એવો,જે જીવને જકડી જાય
દેહ મળતા જીવને જગે,વણ માગે મળી જાય
કુદરતનીઆ લીલામાં,એક બંધન આવી જાય
મળી જાય મોહમાયા,ત્યાંમાણસાઇ ચાલીજાય
                                         ……..વણ માગેલી માયા.
જકડી જાય જીવનને જે,તેને મોહ છે કહેવાય
શરીરના આબંધન એવા,ના કોઇથીય છોડાય
ભાગવા જ્યાં માનવ કરે,ત્યાં જીવન જકડાય
માર્ગ મુક્તિનો મળે,જ્યાં પ્રભુભક્તિ થઇ જાય
                                          ……..વણ માગેલી માયા.
અવનીપર ના આગમને,જીવ દેહધરીને આવે
કૃપા પરમાત્માની મળે, તો માનવ દેહને લાવે
સમજીવિચારી શરણુ લેતા,જગના બંધન ભાગે
મુક્તિનોમાર્ગ મોકળોથતાં,પરમાત્મા લેવાઆવે
                                           ……..વણ માગેલી માયા.

================================

સુખ સમૃધ્ધિ


                          શ્રી ગણેશાય નમઃ   
     (ચી.હીતેશને તેના લગ્નદીનની શુભેચ્છા સાથે)
                                               (તાઃ૨૨/૧૧/૨૦૦૯)
પિતા શ્રી હસમુખભાઇ દિવેચા
                 અને  માતા કુસુમબેનના મુખેથી……

                                      સુખ સમૃધ્ધિ

જન્મ લઇ અવની પર આવ્યો, સંતાન બની અમારો
           ભણતરનો સહવાસજીવનમાં,ને સંસ્કારસંગે રહેનારો
અમારો લાડલો  વ્હાલો હિતેશ,સદા હૈયામાં નિરખુ હેત                 
          વિશાલનો છે નાનોભાઇ,ને બહેન અવનીનો એ ભૈલુ
સંસારની પગદંડીએ ચાલવા,૨૨/૧૧ના રોજ એ બંધાશે
          સુખી સંસારની સરગમ પર,હવે મળીગયો સથવારો
ભદ્રેશભાઇનીએ લાડલી,ને નિકીતાબેનનીસંસ્કારી દિકરી
          વ્હાલીપાયલઆજે,પુત્રવધુ બનીજ્યોત અમારાઘરની  
સફારીહૉલમાં પ્રભુ કૃપાએ,સ્વજનના આશીર્વાદ મેળવી લેશે
          સંસ્કારસિંચનને પ્રભુભક્તિએ,સહવાસસંમૃધ્ધિનોરહેશે
મળે માનવતા સંગે ઉજ્વળતા,ના મોહ રહે અવનીએ
         આશિર્વાદની સદા વરસેવર્ષા,ને જન્મ સફળ દેખાય
આંખો ભીની ને હૈયુ ઉભરે, જ્યાં સંતાને રહે સંસ્કાર
        પરમાત્માની અસીમકૃપા અમોપર ઉજ્વળ છે સંતાન
આવ્યા સગા આંગણે અમારે,લઇ  પ્રેમ તણો સથવાર
         આભારની લાગણી ના મુખથી, એતો આંખોમાં દેખાય
મળે સ્વજનના આશીર્વાદ જ્યાં,ત્યાં સગપણમાં બંધાયો
       માબાપની માયા સંગે રાખી,હરપળ હ્દયમા રહેનારો
સુખ સાગરમાં સદા રહે,ને વરસે પ્રભુ પ્રેમની વર્ષા
         સમૃધ્ધિના સોપાન મેળવે, ને પામે પ્રભુ કૃપા અપાર

    ---------++++++--------+++++-------
 ((((((માબાપના પ્રેમને દર્શાવ્યા કરતા શબ્દમાં મુક્યા છે)))))) 
                     …..પ્રદીપની કલમે

કૌટુંમ્બીક વૃક્ષ


           શ્રી હસમુખભાઇ ભગવાનદાસ દીવેચા તરફથી
     ચી.હીતેશ ના લગ્નદીને હ્ર્દયના આશીર્વાદ સહિત સપ્રેમ
                              કૌટુંમ્બીક વૃક્ષ
                
તાઃ૨૨/૧૧/૨૦૦૯                                            સફારી હૉલ
 
દીવગામના દીવેચા ભગવાનદાસ,આવ્યામોઝામ્બિકમાં 
              સંગેપત્ની ગુણવંતીબેનને,લાવ્યા કરવા સાર્થકજન્મ
મન મહેનત ને માનવતા સંગે, એ ભક્તિ પ્રેમથી કરતા
               કેડીમળીસંતાનોનેજ્યાં,આશીર્વાદનીવર્ષા પ્રેમેકરતા
 
રસીકભાઇ મોટા દીકરા ને પછી અમારા હસમુખભાઇ
                ત્રીજાવ્હાલા હરેશભાઇ નેચોથા સંતાનદીનેશચંન્દ્ર
સૌથી નાના ચંન્દ્રકાન્તભાઇ ,જાણે પાંડવોની આ ટોળી
              પ્રીતપાંચે ભાઇઓની,વ્હાલા ભારતીબેનને મળનારી
 
સંસારની કેડી પકડી લેતા પહેલા પુત્રવધુ છે હંસાબેન
             બીજા પુત્રવધુ કુસુમબેન નેપછીઆવ્યા છે જયાબેન
ચોથુ આગમન જ્યોત્સનાબેન નુ, ને પાંચમા છે દક્ષાબેન
             નીરખીબનેવી રાજેશકુમારનેસાળાઓ હૈયેથી હરખાય
 
કુટુંબની લીલીવાડી જોતાં,દાદા,કાકા,મામા ખુબ  હરખાય
                 આંગણે આવતા દરેક પ્રસંગને  સૌ સાથે ઉજવી જાય
હાથમાં હાથ મીલાવી બાળકો માબાપને પગેલાગી જાય
                  ભગવાનદાદાને ગુણવંતીબા વ્હાલા પૌત્રોથી હરખાય
 
હસમુખભાઇ ને કુસુમબેનના સંતાન બે પુત્ર ને એક પુત્રી
               ઘરમાં સૌથીમોટોદીકરો વિશાલ ને સોનલ તેનીપત્ની
બીજુ સંતાન અવનીબેન છે જેમના પતિ છે હાર્દીકભાઇ
              સૌથીનાના હીતેશભાઇ જે પાયલથીલગ્ન કરેછે આજે
 
વિશાલભાઇ,સોનલના ત્રણ સંતાન રીયા,દીયા ને જીયા
              અવનીબેનને હાર્દીકકુમારને એકપુત્ર નામએનુ માનવ
હીતેશ, પાયલ
ના લગ્ન આજે પ્રેમી પાવનજીવન કાજે
               આશિર્વાદની વર્ષાવરસે ને જીવનમાં સુખસમૃધ્ધિ માણે.

###################################### 
                                                                       ………પ્રદીપની કલમે