સુખ સમૃધ્ધિ


                          શ્રી ગણેશાય નમઃ   
     (ચી.હીતેશને તેના લગ્નદીનની શુભેચ્છા સાથે)
                                               (તાઃ૨૨/૧૧/૨૦૦૯)
પિતા શ્રી હસમુખભાઇ દિવેચા
                 અને  માતા કુસુમબેનના મુખેથી……

                                      સુખ સમૃધ્ધિ

જન્મ લઇ અવની પર આવ્યો, સંતાન બની અમારો
           ભણતરનો સહવાસજીવનમાં,ને સંસ્કારસંગે રહેનારો
અમારો લાડલો  વ્હાલો હિતેશ,સદા હૈયામાં નિરખુ હેત                 
          વિશાલનો છે નાનોભાઇ,ને બહેન અવનીનો એ ભૈલુ
સંસારની પગદંડીએ ચાલવા,૨૨/૧૧ના રોજ એ બંધાશે
          સુખી સંસારની સરગમ પર,હવે મળીગયો સથવારો
ભદ્રેશભાઇનીએ લાડલી,ને નિકીતાબેનનીસંસ્કારી દિકરી
          વ્હાલીપાયલઆજે,પુત્રવધુ બનીજ્યોત અમારાઘરની  
સફારીહૉલમાં પ્રભુ કૃપાએ,સ્વજનના આશીર્વાદ મેળવી લેશે
          સંસ્કારસિંચનને પ્રભુભક્તિએ,સહવાસસંમૃધ્ધિનોરહેશે
મળે માનવતા સંગે ઉજ્વળતા,ના મોહ રહે અવનીએ
         આશિર્વાદની સદા વરસેવર્ષા,ને જન્મ સફળ દેખાય
આંખો ભીની ને હૈયુ ઉભરે, જ્યાં સંતાને રહે સંસ્કાર
        પરમાત્માની અસીમકૃપા અમોપર ઉજ્વળ છે સંતાન
આવ્યા સગા આંગણે અમારે,લઇ  પ્રેમ તણો સથવાર
         આભારની લાગણી ના મુખથી, એતો આંખોમાં દેખાય
મળે સ્વજનના આશીર્વાદ જ્યાં,ત્યાં સગપણમાં બંધાયો
       માબાપની માયા સંગે રાખી,હરપળ હ્દયમા રહેનારો
સુખ સાગરમાં સદા રહે,ને વરસે પ્રભુ પ્રેમની વર્ષા
         સમૃધ્ધિના સોપાન મેળવે, ને પામે પ્રભુ કૃપા અપાર

    ---------++++++--------+++++-------
 ((((((માબાપના પ્રેમને દર્શાવ્યા કરતા શબ્દમાં મુક્યા છે)))))) 
                     …..પ્રદીપની કલમે
Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: