કર્મનો મર્મ


                          કર્મનો મર્મ

તાઃ૨૪/૧૧/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાવશો તેવુ લણશો જગમાં,
                            કરશો તેવું પામશો ઘરમાં
જગતનીમ છે આ અવિનાશી,
                          ના તેમાંથી કોઇ છટકી જાણે
                               ……..વાવશો તેવુ લણશો જગમાં.
સંસ્કાર સિંચન ને વાણી વર્તન,
                    મળી જાય માબાપને કરતાં વંદન
બાળ બનીને અવની પર આવતાં,
                  સાથે લઇને પ્રેમ જગતમાં એ રહેતાં
જીવતરની જ્યાં પકડી કેડી,
                  બાળપણની ત્યાં છુટી પગલી નાની
દેહ થકી જ્યાં ઉમંગ આવે,
                      ત્યાં સમઝણ પળપળ સાથે ચાલે
                                 ………વાવશો તેવુ લણશો જગમાં.
ઉમંગ હરખ સંસારમાં આગળપાછળ ચાલે
                કર્મ કરેલા જગમાંજીવન ઉજ્વળલાવે
પાવક પ્રેમની જ્વાળા મળતાં,
               મોહ,માયા,મમતાને દેહથી દુરજ રાખે
મર્મની સાચીસમજ પ્રભુકૃપાએ આવે
                 જીવનેજ્યોત જલાસાંઇની મળે જ્યારે
કર્મ કરેલા દેહની મુક્તિ સાથે રહેશે
                    યોગ્યતાએ જીવકૃપાને પાત્ર બનશે
                              ………વાવશો તેવુ લણશો જગમાં.

=====================================