સંતોષી મન


                          સંતોષી મન

તાઃ૨૫/૧૧/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય મન માગ્યુ જ્યારે, ના કોઇ રહે  વિચાર
પ્રેમ જગમાં ઉજ્વળ એવો,ના ક્યારે જુએ કોઇવાર
                                        ……..મળી જાય મન માગ્યુ.
એકલતાના ભઇ આશરે,જ્યાં માનવમન ભચકાય
સથવારાને એ શોધીરહે,તોય નાસાથકોઇ દઇજાય
મુંઝવણ આવે વણ માગેલી,જે બારણે ખકડી જાય
ઓવારો કે ના કિનારો મળે,ને જીવન ભડકી જાય
                                         ……..મળી જાય મન માગ્યુ.
હાથપ્રસારી માગણીનીકુટેવ,જે દેહમળતા મળીજાય
જોઇ લેતા જગના જીવનને,પાવન જીવ દુખી થાય
પ્રભુભક્તિને પકડીલેતાં જ,મુંઝવણ દુર ભાગી જાય
શાંન્તિ આવતાં જીવનમાં,મનને સંતોષ મળી જાય
                                          …….મળી જાય મન માગ્યુ.
શીતળ સ્નેહની આશા રાખી,મોહ જગતમાં ફર્યા કરે
આંધીકેવ્યાધી નાસમજે,માગણી જીવનીકદીનાઅટકે
આજે આવશે કાલેમળશે,સદામોહમાંમન લટકીરહેશે
સદીયોમાં એ વિસરાઇ રહેશે,ના કદી આ દેહે મળશે
                                            …….મળી જાય મન માગ્યુ.

—————————————————————