તંદુરસ્તી


                              તંદુરસ્તી 

 તાઃ૨૮/૧૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયસર રાત્રે સુઇ જતાં ભઇ
                     શરીરને જોઇ તો આરામ મળે
સવારે ઉઠતાં પ્રભુ સ્મરણથી,
                     ઉજ્વળ માનવ જીવન સફળ બને
                                      ……….સમયસર રાત્રે સુઇ જતાં.
સવારે ઉઠતા દાતણપાણી,પહેલાં લોટો પાણી પીજવું
દાતણ દાંત સાફકરે ને પાણી પેટ પણ સાફ કરીજાય
પાચન શક્તિ મેળવી લેતા ભઇ તંદુરસ્તી મળી જાય
સ્નાન કરી લેતા દેહ શુધ્ધ થતાં પ્રભુ પુંજા કરી લેવી
                                        ………સમયસર રાત્રે સુઇ જતાં.
ચા નાસ્તાનો વારો પછી પહેલા સેહદનુ ધ્યાન રાખો
ગરમપાણીમાં ચમચી તજનોપાવડર ને ચમચી મધ
હલાવી પી જતાં લોહીશુધ્ધ ને શક્તિદેહને મળીજશે
થાક દીવસનો દુરજ રહેશે ને સ્ફુરતી દેહનેમળી રહેશે
                                         ………સમયસર રાત્રે સુઇ જતાં.
કેળુ દીવસમાં એક ખાતા, હાડકા મજબુત બની રહેશે
કોબીચ,ગાજરને રીંગણખાતા,શરીરમાં શક્તિસચવાસે
ડૉક્ટર દુર રહેતા જીવનમાં,મનને ખુબ શાંન્તિ મળશે
ઉંમરની ના ચિંતા કોઇ,રહો અમેરીકા કે ભારત ક્યાંય
                                         ………સમયસર રાત્રે સુઇ જતાં.
જેનુ મન તંદુરસ્ત,તન તંદુરસ્ત,જેની ભક્તિ તંદુરસ્ત
તેનુ  ઉજ્વળ જીવન ને સફળ જન્મ,મળે બધુ તત્પળ
પ્રભુકેરો સહવાસ મળે જ્યાં ધર્મોમાં બંધાયેલછે લંઘર
કુદરતની અમી દ્રષ્ટિમાં,સહવાસ શીતળ ઘરની અંદર
                                          ………સમયસર રાત્રે સુઇ જતાં.

????????????????????????????????????????????????????