જલાસાંઇનુ રટણ


                         જલાસાંઇનુ રટણ

તાઃ૨૯/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવારસાંજ હું રટણકરુ જલારામ,બીજુનથી મારે કોઇકામ
ભજનભક્તિમાં રાખુ ધ્યાન,હવે ઘરમાંલાગે વિરપુરગામ
                                           ………..સવાર સાંજ રટણ કરુ હું.
સવારની શીતળતા મળે, જ્યાં સુર્યોદયનો સહવાસ અડે
મનનેમાયા લાગતાંભક્તિની,સંત જલાસાંઇની કૃપામળે
રટણ સ્મરણને વળગી રહેતા,મનનેશાંન્તિ ઘરમાં જમળે
                                              ……….સવાર સાંજ રટણ કરુ હું.
આત્માને જ્યાંઅણસાર મળ્યો,ત્યાં મનથીભક્તિ કરી શરુ
કળિયુગનાવહેણને જોઇલેતાં,ઘરમાંભજનભક્તિ મેં લીધી
હાલતા ચાલતા સ્મરણ કરું, ને સમયે રામનામની માળા
                                              ……….સવાર સાંજ રટણ કરુ હું.
વિચારવમળમાં ના ફસાતો,જ્યાં સીધી લીધી ધર્મનીકેડી
સંસારનીસંગતમાં ચાલતો હું,પ્રેમે જલાસાંઇની સેવાકરતો
મળી ગઇ મહેંક જીવને પ્રભુની,ના સમય બગાડવા ફરતો
                                               ……….સવાર સાંજ રટણ કરુ હું.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%