મુક્તિને કિનારે


                       મુક્તિને કિનારે

તાઃ૩/૧૨/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલ મારું ના દરીયા જેવું, ના કોઇ મોટા વિચાર
આવે જ્યાં ઉભરો સાગરનો,ત્યાંભક્તિ કરુ લગાર
                                   ………..દીલ મારું ના દરીયા જેવું.
માયામમતાએ દેહના બંધન,જીવથીછે એ અળગા
કૃપાપામવા કૃપાળુની,છોડવા ચોંટેલા જગનાલફરા
મળશે વણકલ્પેલો પ્રેમદેહને,જે રામનામ લઇઆવે
નીત સવારે સ્મરણ કરતાં,ના વ્યાધી જગમાં ફાવે
                                     ……….દીલ મારું ના દરીયા જેવું.
સાચોસ્નેહ ને સાચો પ્રેમ,જીવને મુક્તિ કિનારે લાવે
દરીયાનાએ ઉભરાજગના,એ પ્રેમનીતોલે ના આવે
જગના બંધન જીવને મળેલા,પુરણ કરવા કોઇ કાળે
શરણુ લેતા જગતપિતાનું,છુટે દેહ મુક્તિએ તત્કાળે
                                     ……….દીલ મારું ના દરીયા જેવું

())))))))))))))))))))))))))()))))))))))))))))))))))))()