હસ્ત રેખા


                             હસ્ત રેખા

તાઃ૫/૧૨/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

લખ્યા લેખ એ જીવના બંધન,દેહ સંગે દોરાય
કર્મોકર્મની અજબ આ લીલા,રામનામે ભુસાય
                                    ………લખ્યા લેખ એ જીવના.
જીવને ઝંઝટ વળગે ત્યારે, જ્યારે તેમાં લબ્દાય
દેહનો જ્યાં સહવાસ મળે,ત્યાં જીવ પામર થાય
અજબલીલા આસૃષ્ટિની,ના માનવમને  શોધાય
લેખલખેલા જીવના ત્યારે,જ્યારે દેહ છુટતો જાય
                                    ………લખ્યા લેખ એ જીવના.
મળે અણસાર જીવને જગે,પ્રભુ કૃપાએ મેળવાય
મિથ્યાલેખ બનેદેહના,એ સાચી ભક્તિએ લેવાય
હસ્ત રેખા જોનાર જગતમાં,ભુલા પડી ત્યાં જાય
રામનામની સાચી માળા,ના જીવ ફરે જગમાંય
                                …………લખ્યા લેખ એ જીવના.
મળતા મન દેહના જગમાં,જે જીવને પકડી જાય
રેખા એસંકેત જીવનના,હાથમાં જોતા દેખાઇજાય
ભક્તિ સાચા મનથી થતાં,રાહ સાચી મળી જાય
આવેઆંગણે પરમપિતા,ત્યાં જન્મસફળ થઇજાય
                                 …………લખ્યા લેખ એ જીવના.

૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧

કળીયુગી કક્કો


                   કળીયુગી કક્કો

તાઃ૫/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક  એટલે કદી સીધુ ના વિચારવુ.
ખ એટલે ખાવુ પીવુ અને લહેર કરવી.
ગ  એટલે ગઇકાલને ભુલી જવી.
ધ એટલે ધરનો વિચાર ના કરવો.
ચ  એટલે ચતુરાઇને નેવે મુકવી મશીન પર આધાર રાખવો
છ એટલે છેતરવાની વૃત્તિ રાખવી.
જ એટલે જરુર કરતા વધારે બોલવુ.
ઝ  એટલે ઝીબાજોળીમાં સમય બગાડવો.
ટ  એટલે ટકોર થાય તોય ધ્યાન ના આપવુ.
ઠ  એટલે ઠપકો મળતા આગળ જવુ.
ડ  એટલે ડફોળની જેમ ફાંફા મારવા.
ઢ  એટલ્રે ઢગલો જોઇ ટુટી પડવુ.
ણ એટલે ફેણ રાખીને જીવવું.
પ એટલે પારકા પર આધાર રાખવો.
ફ  એટલે ફાવે નહીં ત્યાં નીચી મુંડી કરી લેવી.
બ એટલે બોલવુ બહુ કામ પછી કરવું.
ભ એટલે ભરેલ ભાણે બેસી જવું.
મ એટલે મમતાને નેવે મુકી દેવી.
ય એટલે યાદ રાખવાની ટેવ ભુલી જવી.
ર  એટલે રખડપટ્ટીમાં સમય પસાર કરવો.
લ એટલે લફરાંને વળગીને ચાલવું.
વ એટલે વાતો મોટી મોટી કરવી.
સ એટલે સચ્ચાઇને નેવે મુકી દેવી.
શ એટલે શણગાર સજી ફર્યા કરવું.
હ એટલે હરામનુ ખાવાની ટેવ રાખવી.

%%%%%%%%%%%%%%%%%%%%%