શરમ એટલે નરમ


                    શરમ એટલે નરમ

તાઃ૬/૧૨/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરમ આવે જ્યાં બારણે,ત્યાં નરમ થઇ જવાય
કુદરતનીજ આ લીલામાં, જન્મ સફળ થઇ જાય
                                       ………શરમ આવે જ્યાં બારણે.
મળતા માયામોહ જગતમાં,જાણે સાગર તરી જાવ
એક એક  પળ ઉભરો રહેતા,ના આગળનુ સમજાય
કુદરતની આ કામણ લીલા,સમયે જ પરખાઇ જાય
પડે જ્યારે એ જીવનમાં,ત્યાં જીવન નર્ક બની જાય
                                      ………..શરમ આવે જ્યાં બારણે.
અભિમાન આવે આંગણે ,ત્યાં માનવતા ચાલી જાય
સોળે સજી શણગાર લાવે, જ્યાં જ દિલ વકરી  જાય
એક જ દ્રષ્ટિ પડે  પ્રભુની, ત્યાં સઘળુ વિસરાઇ જાય
શરમને છાંયડેબેસેમાનવી,ત્યાં જીવનનરમ થઇજાય
                                             …….શરમ આવે જ્યાં બારણે.
અગ્નિ ટાઢક ના સાથે ચાલે,અલગ અલગ અનુભવાય
પ્રેમની પણ છે નજરએવી,જે જીવનેદેહ મળતા દેખાય
મળેત્યાં થોડી ભક્તિસાચી,જ્યાં હાથ જોડી પ્રભુ ભજાય
આવે સરળતા મહેંક લઇને,ત્યાં પાવન જન્મ થઇ જાય
                                           ……….શરમ આવે જ્યાં બારણે.

==============================

પાર્થેશ


                                   પાર્થેશ

તાઃ૫/૧૨/૨૦૦૯                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન,એ બે પ્રભુનાછે શણગાર
એકે ભક્તિ પ્રેમને પકડ્યો,ને બંન્નેની મિત્રતા વખણાય
                                   ………કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
દેહને લગાર મળે ભાવના,ત્યાં પ્રેમથી ભક્તિ થાય
ક્ષણક્ષણ પણ અનંત ભાસે જ્યાં કૃષ્ણની કૃપા થાય
ના સ્પર્શે જન્મના બંધન,કે ના અવનીના અવતાર
નજર પડે જ્યાં નારાયણની,ત્યાંજ પ્રેમના ખુલે દ્વાર
                                   ……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
દોસ્ત દોસ્તીનો અજબ તાંતણો,ના કડીઓથી બંધાય
એક જ કડી લાગણી પ્રેમની, જે મૃત્યુ સુધી સચવાય
સ્નેહ ભાવની જ્યોત પ્રદીપ છે,જે માનવતાએદેખાય
ના ઉભરો કે દેખાવ આવે,જ્યાં સાચોપ્રેમ આવી જાય
                                   ……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
જીવન પથ પર જીવ આવતાં,સુખ દુઃખ આવી જાય
ભક્તિનો જ્યાં જીવને સહારો,કૃપા પાર્થેશની થઇજાય
મુક્તિકેરા દ્વાર ખોલે ત્યાં,નારાયણનો પ્રેમ મળી જાય
અંતઘડી આવતાંદેહની,જીવને સ્વર્ગનો સહવાસથાય
                                  ……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.

+++++++++++++++++++++++++++++++++