પ્રેરણા કેવી.


                           પ્રેરણા કેવી.

તાઃ૧૨/૧૨/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાના સહવાસમાં,જીંદગી સરળ થઇ જાય
પ્રેમપામી પ્રેમીઓનો,જગમાં જીવન મહેંકી જાય
                                      ……….સરળતાના સહવાસમાં.
પ્રભુ પ્રેમને ભક્તિ સાચી,મળે જીવને ન્યારી પ્રીત
નાઉભરો કદી કોઇ આવે,ના અધુરો ઘડો રહી જાય
પ્રેમનીસાચી રીતનિરાળી,પ્રભુ પ્રેરણાએ મળી જાય
સવારસાંજની ભક્તિકેવી,માબાપનીપ્રેરણાએ દેખાય
                                         ………સરળતાના સહવાસમાં.
સહવાસ મળે જીવનમાં,જ્યાંજીવે માનવતા હરખાય
એકબીજાને ટેકો મળતાં,સાર્થક જીવન પણ થઇ જાય
સાથ જગમાં કોનો લીધો,જે વર્તનથી જ અનુભવાય
જેનો જેવો સંગમળે ભઇ,પ્રેરણાએ જ જીવન બદલાય
                                         ……….સરળતાના સહવાસમાં.
ભક્તિ સાચા સંતની જોતાં, જીવન ભક્તિએ દોરાય
મળીજાય કૃપાપરમાત્માની,જ્યાં નિર્મળભક્તિ થાય
પ્રેરણાદેતાં પવિત્રજીવો,જગમાં ગણ્યા ગાંઠ્યાદેખાય
મળી   જાય જે જીવને આજે, દેહે પવિત્રતા વરતાય
                                         ……….સરળતાના સહવાસમાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦