પ્રેમની સાચી વર્ષા


                   પ્રેમની સાચી વર્ષા

તાઃ૧૪/૧૨/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમની વર્ષા થતાં,જીંદગી પાવન થઇ
મનુષ્ય જીવન સાર્થકજોતાં,જીવને શાંન્તિ થઇ
                             ………ભક્તિ પ્રેમની વર્ષા થતાં.
માનો પ્રેમ હૈયેથી મળતાં,બાળપણ માણ્યુ અહીં
ડગલેપગલે ટેકો દેતી,માની લાગણી મળતીગઇ
હાર માના હૈયાનોથતાં,માના પ્રેમની વર્ષા થઇ
જીવન ઉજ્વળ માકૃપાએ,જીવને દેહ દીધો અહીં
                                 ………ભક્તિ પ્રેમની વર્ષા થતાં.
પિતાનાપ્રેમનો ટેકો મળતા,પાવન રાહ મળી ગઇ
મહેંકજીવનમાં મહેનત સાથે, હૈયાની આશીશ લઇ
હિંમતહામને લગનમનથી,સારાકામથી આવી ગઇ
ભણતર એચણતરજોતા,પિતાના પ્રેમની વર્ષાથઇ
                                  ……….ભક્તિ પ્રેમની વર્ષા થતાં.
માબાપની આંગળીપકડી,બાળપણ પ્રેમે ધીમે ચાલે
જુવાનીનાસોપાન ચઢવાને,મહેનત મનથીજ લાગે
જ્યોતજીવનની ઉજ્વળભાસે,જ્યાં ભક્તિ સંગે આવે
મહેંકે જીવન ત્યાં માબાપના પ્રેમની સાચીવર્ષા જ્યાં
                                   ………ભક્તિ પ્રેમની વર્ષા થતાં.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx