ગઇકાલ અને આવતીકાલ


                  ગઇકાલ અને આવતીકાલ

તાઃ૩૧/૧૨/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવના જગતમાં આ બે બંધન,
                  એક ગઇકાલ ને બીજી આવતીકાલ.
ગઇકાલના સંબંધ દેહના દીસે,
                 ને આવતી કાલના જીવને સહવાય.
                                  ……….જીવના જગતમાં આ બે.
દેહના બંધન જગમાં ફરતાં,
                     જે ભવિષ્યની કેડીએ લઇ જાય;
સંબંધ દેહનો ગઇ કાલનો,
                    જે જગે આવતી કાલે જ દેખાય;
છુપાવવાની લાખ કોશીશે,
                    ના જગમાં કોઇથી એ છુપાવાય.
                                …………જીવના જગતમાં આ બે.
પરમાત્માની ભક્તિ કરતાં,
                  આવતીકાલને ઉજ્વળ બનાવાય;
જલાસાંઇની ભક્તિ કરતાં,
                        સંસારી જીવન મહેંકી જાય;
અલખની ના જરુર આ દેહને,
                      એ તો પારકે રસ્તે દોરી જાય.
                                    ……..જીવના જગતમાં આ બે.
ગઇકાલ ને આવતીકાલને વિસરી,
                     આજને પકડી જો ચાલી જાવ;
ઉજ્વળ આવતીકાલ થશે,
                        ને ભવિષ્યે હરખાઇ જવાય;
મહેનત સાચા મનની આજે,
                        સફળતાના સોપાન દે કાલે.
                                   ………જીવના જગતમાં આ બે.

MMMMMMMMMMMMMMMMMMMMMMMMMM

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: