તુ અને તારુ


                              તુ અને તારુ

તાઃ૩૧/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરી લે કામને તુ,મુકીને નામને તુ
                 ભુલીને માનને તુ,ભજીલે રામને તુ
                                                    ………કરી લે કામને તુ.
તુ તુની ભઇ આ શાણી રીત,ના રહી તેમાં કોઇ પ્રીત
મળે જ્યાં મોહના આબંધન,ના રહે તુ તારા સગપણ
પળ પળ નીરખતાં પહેલાં જ,બની જશેએ  ભુતકાળ
તારા મારા બંધન સમજતાં,દેખાય ના આવતી કાલ
                                                    ……….કરી લે કામને તુ.
સરળતાની સેહદમાં રહેતા,ના પાર કદી સામે જવાય
તુ કહેતા તારા ભાગે છે દુર,એ જ આ દુનીયાના મુળ
તારુ તારુ છોડતાં જ જગે મારુ મારુ કરતાં દોડે છે સૌ
લાગી જશે રામનામે મન,ત્યાં સ્વર્ગ સુલભ મળી જશે
                                                       ……..કરી લે કામને તુ.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સમયની પકડ


                           સમયની પકડ

તાઃ૩૧/૧/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇથી એ સચવાય,કે ના કોઇથીય એ પકડાય
હોય નેતા,માનવી કે બળવાન,એ સૌને દે અણસાર
                                   ………….ના કોઇથી એ સચવાય.
સમય સમઝીને ચાલતાં,આવતી વ્યાધીથી બચાય
મળી જાય અણસાર દેહને,પણ ના કોઇથી છટકાય
હોય મોટા દેખાનાર ઉંચા, કે રસ્તે માગતાં એ ભીખ
સૌનેમાટે  સીધી એકરીત,બચવા રાખજો પ્રભુ પ્રીત
                                        ……….ના કોઇથી એ સચવાય.
ઉંચી આંખે જ્યાં ચાલતા ને છાતી કાઢી બતાવે દેહ
પડે લપડાક જ્યાં કુદરતની,ત્યાં દેખાઇ જાય એ ફેક
ઉજ્વળ જીવન પામવાને,સત્યનીપકડી રાખવી દોરી
સમય સમયે સચવાઇજશે,નેમળશે પ્રભુકૃપાઅનોખી
                                        ………..ના કોઇથી એ સચવાય.

===================================

યાદગીરી


                               યાદગીરી

તાઃ૩૦/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમયનુ કામ કરે,ના તેમાં કોઇ ભેદભાવ
પકડી લેતાં માનવી બને,જે યાદ રહે જગમાંય
                                             ……..સમય સમયનુ કામ કરે.
જગતપિતાની કૃપા થતાં,જીવને મળે માનવ જન્મ
થતાં અવનીએ કર્મના બંધન,જે કરેછે જીવને મુક્ત
મારા તારાની માયા બતાવે,મોહનાબંધન સદામળે
મુક્તિ પામશે આ પામર જીવ,ભક્તિમાં રાખેજો સંગ
                                            ………સમય સમયનુ કામ કરે.
જીવનના સોપાન ચઢતાં,પ્રથમ ભણતરનો લેસંગાથ
મહેનત મનથી કરતાં ત્યાં સફળતાનો મળે સહવાસ
સિધ્ધિ પામતા આ સોપાને,મળીજાય દેહને સન્માન
યાદ રહે એનામ,કામ,જેને જગમાં યાદગીરી કહેવાય
                                             ………સમય સમયનુ કામ કરે.
જુવાનીના જોશને પકડી,જ્યાં વિશ્વાસે મહેનત થાય
મળે સોપાન સોપાને સરળતા,જે ઘણુ બધુ દઇ જાય
સધ્ધર પાયે જીવન મળતાં,સંસાર શાંન્તિએ મહેંકાય
આંગળી ચીંધાય જ્યાં કર્મને,ત્યાં યાદગીરી રહીં જાય
                                              ……….સમય સમયનુ કામ કરે.
જન્મ સાર્થક કરવાને જ્યાં,પ્રેમથી પ્રભુની ભક્તિ થાય
નિર્મળ હૈયે પુંજન કરતાં જીવને,ભક્તિ પથ મળી જાય
ઉંમરના ઓવારે આવતાં,મુક્તિદેવા પરમાત્મા હરખાય
અવનીપરની વિદાયથી,સગાંસ્નેહીઓને રાહમળી જાય
                                                 ………સમય સમયનુ કામ કરે.

==================================

પુણ્ય તીથી


                             પુણ્ય તીથી

તાઃ૩૦/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોઇ દિવસ અને કોઇ સમય,જે જગમાં નોંધાઇ જાય
સાર્થક માનવ જન્મ થતાં,એ પુણ્યતીથી જ કહેવાય
                                 ……….કોઇ દિવસ અને કોઇ સમય.
જીવ જન્મના આ સંબંધ, તો જન્મો જન્મના છે ખેલ
કુદરતની ન્યારી આ લીલા,ના જગમાં રહે કોઇ મેળ
જન્મમળે ના જીવને જગમાં,છે મોટી ત્યાં રેલમછેલ
આજકાલના છે આ બંધન ન્યારા,ના તેમાં  કોઇ ભેદ
                                   ………કોઇ દિવસ અને કોઇ સમય.
ન્યારી દેહને તક મળે,જ્યાં માનવ દેહ જગમાં મળે
ઉજ્વળજીવન સાર્થકકરતાં,ફરી જગમાં જન્મનામળે
ના રોકાય સમય કે વાર,એતો અગણીત લીલાજગે
યાદ રહે એ વાર ને તીથી,જે જગમાં કદી કદી મળે
                                   ……….કોઇ દિવસ અને કોઇ સમય.
માનવતાની મહેંક છે ન્યારી,ના કુદરતનો  કોઇ ભેદ
આવી અવની પર કરતાં,સાર્થક બનતા કામ અનેક
મળીજાય ત્યાં માનવતા,જ્યાં સહકાર સાથબની રહે
પુણ્ય તીથીની આરીત,જ્યાં પ્રેમછે ત્યાંએ મળ્યા કરે
                                    ………કોઇ દિવસ અને કોઇ સમય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

મો.ક.ગાંધી


                                      મો.ક.ગાંધી

તા ૩૦/૧/૨૦૧૦                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

            ભારતદેશની જનતા જે નામને આજે પણ ગૌરવ સહિત બોલે છે
તે નામ મહાત્મા ગાંધી.ગુજરાતના આ વીરે અહિંસાથી દેશનેઆઝાદીની
માળા પહેરાવી.ગુજરાતીઓ માટે આ અભિમાન અને ગૌરવ બન્યુ છે.
          આજના આ પવિત્ર દીવસને મહાત્મા ગાંધી નિર્વાણદીન કહેવાય છે.
અને તે નામની ઓળખાણ મારી સમજ પ્રમાણે નીચે પ્રમાણે થઇ શકે……..

શ્રી મોહનલાલ કરમચંદ ગાંધી શબ્દે શબ્દની સમજ ………..

શ્રીમાન

મોહમાયાને ત્યાગી પવિત્ર જીવન જીવી ગયા.
રેક પળને પારખીને જીવન સાર્થક કર્યું.
થી જોયા સ્વાર્થ કે લોભ,ફક્ત દેશની આઝાદી એ લક્ષ હતું
લાલચ અને લોભને દુર રાખી દેશ માટે જીવન અર્પણ કર્યુ.
ક્ષ મેળવવા ભારતની જનતા તેમનો સાથ બની

ર્મ અને ધર્મ જનતાને બતાવતા સૌનો સાથ મળ્યો.
હીમ અને રામને એક જોતાં કોમવાદ દુર રહ્યો.
હેનત કરી માનવતાનો માર્ગ લીધો.
ચંચળ મન પર કાબુ રાખી શ્રધ્ધાને સબળ કરી.
રેક જીવને માનવતાનો માર્ગ બતાવ્યો.

ગાંધી કુળને જગતમાં ભારતની શાન કરી.
ધીરજ રાખી સત્યનો માર્ગ મેળવી દેશને આઝાદ કર્યો.

  શ્રી મહાત્મા ગાંધીએ જીવન ઉજ્વળ કરી ગુજરાતીઓને જગતમાં
શાન અપાવી છે.

તે પવિત્ર જીવને કોટી કોટી વંદન.  પ્રદીપ બ્રહ્મભટ્ટ.તાઃ૩૦/૧/૨૦૧૦

++++++++++++++++++++++++++++++++++++++++

જાગતા રહેજો


                          જાગતા રહેજો

તાઃ૨૯/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની આ કામણલીલા,ના મહીમા અપરંપાર
આંગણે આવી ઉભી રહેએ,કરવા જીવનને બરબાદ 
                              ……….. કળીયુગની આ કામણલીલા.
માનવતાનીમહેંક રહેપાછળ,ને આગળદોડે અહંકાર
પામી લેતા જગતના આસુખને,છોડી દે એ ઘરબાર
કોણ ક્યારે મારું રહેશે અહીં,ના મળશે કોઇ અણસાર
છોડી ચાલશે પોતાનાસર્વને,દુશ્મન બનેએ પળવાર
                                  ……….કળીયુગની આ કામણલીલા.
લીપસ્ટીક લાલી જ્યાં મળશે,નારી દેહ જગે એ ભટકે
ટાય પૅન્ટની પકડ મળી જતાં,માનવતા ત્યાંજ અટકે
સ્નેહ સંતાનનો લેવા માબાપને,કળીયુગે નમતા દીઠા
ભગવાનો દેખાવપણ માણતાં,વૈભવનાભંડાર છે લીધા
                                   …………કળીયુગની આ કામણલીલા.

===================================

પ્રેમી પોકાર


                          પ્રેમી પોકાર

તાઃ૨૯/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના અણસાર સહવાસનો,કે ના સ્વાર્થનો રણકાર
જગમાં સમયે આવી મળે,હ્ર્દયનોજ પ્રેમીપોકાર
                                        …….. ના અણસાર સહવાસનો.
કુદરતની આ રીત ન્યારી,જે પ્રેમ શબ્દે મળી જાય
અંતરનો કે બહારનો છે,એતો સમયે સમજાઇ જાય
મોહ માયા ના દેખાય,જ્યાં માબાપનો આવી જાય
આશીર્વાદ જ્યાં દીલથી મળે,ત્યાં ના ઉભરો દેખાય
                                       ……… ના અણસાર સહવાસનો.
માનવદેહની માયા જીવને,મુક્તિના બતાવે એ દ્વાર
ભક્તિનો પોકાર દીલથીકરતાં,મળે સંતોનો સહવાસ
સાચી ભક્તિ મનથીજ કરતાં,ના ભુમી ભટકવું થાય
મળીજાય કૃપાપ્રભુની,ના દિવો લઇ શોધવા જવાય
                                   …………. ના અણસાર સહવાસનો.

*********************************************