મા ની મમતા


                       મા ની મમતા

તાઃ૧/૧/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ દેતા સંતાનને,મા ને હૈયે આનંદ આવી જાય
માની મમતા મળતા દેહને,આ જન્મ  પાવન થાય
                                              ………જન્મ દેતા સંતાનને.
પાપા પગલી નિરખવાને,મા ની આંખો તરસી થાય
ડગલુ માંડી જ્યાં પગલીભરે,આંખે પાણી આવી જાય
વ્હાલ બાળકને કરતાં માની,સ્નેહાળ પ્રીત મળી જાય
પાલવડો જ્યાં પકડે બાળક, માતાનું હૈયુ ભરાઇ જાય
                                            ………..જન્મ દેતા સંતાનને.
ધુપ દીપથી આરતી કરતાં,મા પ્રાર્થના કરતી જાય
સંતાનના જીવનને પ્રભુજી,ઉજ્વળ  કાલ મળી જાય
ખોળામાં સંતાનને રાખીને,સવારે અર્ચન દેતી જાય
ભાવિઉજ્વળ માગણીકરતી,વ્હાલ સંતાનેકરતી જાય
                                                 ……..જન્મ દેતા સંતાનને.
                 ..અને
                              પિતાનો પ્રેમ.

પ્રેમ પિતાનો મળતા જીવનમાં,ઉજ્વળ રાહ દેખાય
સરળતાના સોપાન જોતાં,સાચી મહેનત ફળી જાય
આંગળીપકડી જ્યાં પિતાએ,સોપાન દેહને છે દેખાય
કેડીપકડી રાહબતાવે,ત્યાંસંતાનનેઉત્સાહઆવી જાય
                                              ………પ્રેમ પિતાનો મળતા.
ઉંમરને ના આંબેકોઇ,જગમાં સમય પકડીને એચાલે
માર્ગમાં આવતા કાંટાને હણવા,પિતાની દ્રષ્ટિ આવે
નાવ્યાધી દેખાય સંતાનને,એજીવનથી આઘી ચાલે
હિંમતનો હામ રાખીને જોતાં,પિતાની રાહ મળી જશે
                                              ……….પ્રેમ પિતાનો મળતા.
માની મમતાને પિતાનો પ્રેમ,સંતાનને રાખે હેમખેમ
લાગણીમળશે ને પ્રેમપણ,હૈયેમાબાપને આનંદ થાશે
સંસ્કારના સિંચન માતાના,ને મહેનત પિતાની મળશે
આગમન અવનીનુ સાર્થકબનશે,માબાપ હરખાઇજાશે
                                                ………પ્રેમ પિતાનો મળતા.

********************************************

નુતન વર્ષ


                           નુતન વર્ષ

તાઃ૧/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નુતનવર્ષની નજર પામવા,મહેનત મનથી કરજો
૨૦૦૯ ને વિદાય દેતા, ૨૦૧૦માં ભક્તિ સંગે રહેજો
                             ………નુતન વર્ષની નજર પામવા.
આગળ ડગલું માંડતા પહેલા,વિચારી મનથી લેજો
મળશે સાચી પગલી પગલે,ને   શાંન્તિ  મનને દેશે
રોજે રોજેના જીવનસાથે, મહેનતની સંગે પણ રહેજો
સરળતા મળી જશે ત્યાં,ને સફળતાનો આનંદ લેશો
                             ……….નુતન વર્ષની નજર પામવા.
ભુતકાળની ભ્રમણા છોડી,નવી રાહને નીરખી લેજો
ઉમંગ દોડી આવશે સામે,ને પુરણ કામનેય કરશો
નખશીખમાં માનવતા રહેતા,સાથ સૌનો પણરહેશે
ના માગણી તમો કરશો,સાચો પ્રેમ સામેથી મળશે
                             ……….નુતન વર્ષની નજર પામવા.
કુદરતની કૃપાતો ન્યારી,શ્રધ્ધાએ જ મળી જાય
વળગી રહેતા ભક્તિ સંગે, જીવન  ઉજ્વળ થાય
૨૦૦૯ના ભુતકાળને  ભુલી, ૨૦૧૦માં રચી રહેશો
ડગલે પગલે સરળતા આવી,શરણે તમારે રહેશે
                             ………નુતન વર્ષની નજર પામવા.

++++++++++++++++++++++++++++++++