નજરના તીર


                        નજરના તીર

તાઃ૩/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

તીર વાગ્યા જ્યાં નજરના,ત્યાં બુધ્ધિ છટકી ગઇ
આંખે આંખો નામળી તોય,હવે મતી ભટકતી થઇ
                                    ………. તીર વાગ્યા જ્યાં નજરના.
પ્રેમ પામવા દીલ જ્યાં જકડે,આરો કોઇના મળી રહે
ડગલુંમાંડવા મનના તરસે,પ્રેમ પામવા તેનો તડપે
રાત દીવસ ના અલગ દીસે,પ્રભાત સંધ્યાકાળ બધે
મુંઝવણ ના માંગતામળે,હવે ના આરો કોઇ મારે રહે
                                     ………..તીર વાગ્યા જ્યાં નજરના.
એક ઇશારો આંખે કર્યો જ્યાં,માન્યું જીવન મળી ગયું
જીંદગીના અંધારામાં મને,ઉજ્વળ આવતીકાલ મળી
કૃપા સમજુ એ ઇશારાની,મને આજે આંખથીજે મળ્યો
માની લીધું મેં મનથી આજે,હ્રદયે પ્રેમના તીર લીધા
                                        ………તીર વાગ્યા જ્યાં નજરના.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

ટાઢક


                                  ટાઢક

તાઃ૩/૧/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને ટાઢક,તનને ટાઢક,જીવને ટાઢક મળતી થાય
જલાસાંઇની સેવા કરતા,જીવનમાં ટાઢક આવીજાય
                                       ………મનને ટાઢક,તનને ટાઢક.
નીત સવારે પુંજા કરતાં,જીવને ભક્તિપ્રેમ મળીજાય
જીવની શાંન્તિ જગમાં નિરાળી,ત્યાં હૈયે આવી  જાય
પુંજનઅર્ચન નીસદીનકરતાં,જીવથી વ્યાધી ભાગે દુર
ટાઢક જીવનેમળતાં,અવનીએ આગમન ઉજ્વળ થાય
                                        ……….મનને ટાઢક,તનને ટાઢક.
મનની ટાઢક મળતી લાગે,જ્યાં બુધ્ધિએ જ્ઞાન થાય
ભણતરનાસોપાન સાચવી,સાચીમહેનત મનથીલેજે
એક એક કદમ હીંમત દે મનને,જીવન ઉજ્વળ કાજે
ટાઢક મનને ત્યાંજ મળે,જ્યાં સાચુ ભણતર રહે સંગે
                                          ………મનને ટાઢક,તનને ટાઢક.
તનની ટાઢક તો છે નિરાળી,જે કસરતથી મળી જાય
સમયનીસાથે ચાલતાં હો,ત્યાં દેહનોવિચારપણ થાય
જીવને બંધન ભક્તિના,ને વિચારના બંધન છે મનને
તનના બંધન દેહથી વળગે,શરીરને મળે જ્યાં સ્પંદન
                                            ………મનને ટાઢક,તનને ટાઢક.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

કર્તારની કલમ


                      કર્તારની કલમ

તાઃ૩/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જન્મનો સંબંધ લાવે તેડી,
                                         કલમ કર્તારની એવી
મળે જીવને જગતમાં કેડી,
                               જેનો અણસાર મળે ના કોઇ
                                          ………..જીવ જન્મનો સંબંધ લાવે.
કાયાને માયાના બંધન,જગમાં જ્યારે જીવનેજન્મ મળે
મળે જગતમાં જીવને શાંન્તિ,જીવનાજગે ટળે જ્યાં ફેરા
                                             ………જીવ જન્મનો સંબંધ લાવે.
કર્મના બંધન વળગે સૌને,હોય જગપર સાધુ કે શિકારી
મળીજાય જ્યાં ઉધી મતી જીવને,બની જાયએ ભિખારી
                                              ………જીવ જન્મનો સંબંધ લાવે.
કલમ કર્તારની ચાલે સીધી,જેવી જીવે મતી છે લીધી
ભેદભાવની ના કોઇ પીડા,એ જગે  છે કર્તારની  લીલા
                                        …………  જીવ જન્મનો સંબંધ લાવે.
મળશે જીવને નમાગેલુ,જન્મોજન્મથી એસાથે રહેનારુ
મુક્તિનો  પાયો પામવાકાજે,ભક્તિનું જ્યાં મળે પહેલું
                                            ………..જીવ જન્મનો સંબંધ લાવે.
કાયા મળશે ને સંબંધસંગે,જ્યાં સુધી છે કર્મનાબંધન
મળે કૃપા કર્તારની જ્યારે,આવે  જીવને શાંન્તિ ત્યારે
                                             ……….જીવ જન્મનો સંબંધ લાવે.
જન્મમરણના બંધનમળશે,કર્મનાબંધન જ્યારે છુટશે
ભક્તિ જલાસાંઇની મનથી કરતાં,જન્મજીવના ટળશે
                                               ………જીવ જન્મનો સંબંધ લાવે.

_______________________________________