માબાપના ચરણે


                      માબાપના ચરણે

તાઃ૪/૧/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માથુ નમાવ્યુ જ્યાં ચરણે,ત્યાં હાથ માથે દેવાય
માનોપ્રેમ ને આશીશ પિતાની,જે હૈયેથી લેવાય
                               ……… માથુ નમાવ્યુ જ્યાં ચરણે.
ઘોડીયાની દોરી ખેચતાં,મા પ્રેમે હાલરડાં ગાય
શબ્દોસાંભળી પ્રેમના,આંખો ખુલેપછી બંધથાય
લહેરશબ્દ નેપવનની કાનને નિંદ્રાએ તેડીજાય
ઉંઆ ઉંઆ કરતાં બાળકની, બોલતી બંધ થાય
                                  ………માથુ નમાવ્યુ જ્યાં ચરણે.
બે હાથમાં જ્યાં આવે બાળક,મંદ મંદ હરખાય
પિતા પ્રેમની દ્રષ્ટિ પડતાં,ગલીપચી થઇ જાય
આંગળીપકડી ચાલતા બાળકને,કેડી મળી જાય
ભાગ્ય રેખા જ્યાં નિરખે,પિતાથીમાર્ગ છે દેખાય
                                     ……..માથુ નમાવ્યુ જ્યાં ચરણે.
માતાપિતાના ચરણસ્પર્શથી,ઉજ્વળ જીવન થાય
અંતરમાં આનંદમળે ને,મહેનતપણ મનથી થાય
સુખ સંમૃધ્ધિની કૃપા વરસે,ને ભાગ્ય ઉજ્વળથાય
મળે પ્રેમ અને આશિર્વાદ,આજન્મ સફળથઇ જાય
                                   ……….માથુ નમાવ્યુ જ્યાં ચરણે.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_