ગામના મુખી


                   ગામના મુખી

તાઃ૮/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમના મુખથી શબ્દો સરતા,
                               નિર્મળ ઉજ્વળ જીવન જીવતા
નાતજાતનો ભેદભગાડી,સાત્વીક જીવનપ્રેમ લેતા
એવા મુખી શંકરદાદા,ગામમાં કેમ છે સૌને  કહેતા
                                    …..પ્રેમના મુખથી શબ્દો સરતા.
મળીગયેલ માબાપનોપ્રેમ,ને સગાસંબંધીનો સ્નેહ
પ્રેમીજીવન જીવતાસંગે,આનુઆને નકરવાનીટેવ
માગણી ના કરતું કોઇ,તોય સદાસહારો સૌને એદે
ભક્તિસંગે જીવન રાખી,ઉજ્વળ જીવન ગામમાંલે
                               ……….પ્રેમના મુખથી શબ્દો સરતા.
ભણતરનાસોપાન મહેનતે,જરુર જેટલામેળવીલીધા
કરીયાણાની દુકાન ખોલી,સૌનાપ્રેમ મનથીએ લેતા
ભાવતાલની ના લમણાકુટ,સ્નેહ પ્રેમનીજ્યોત દેતા
નાતજાતકે કોમવાદના,નાકોઇ સ્પંદનમનમાં રહેતા
                                 ………પ્રેમના મુખથી શબ્દો સરતા.
ઉંમરને ના અટકાવી શકે કોઇ,જેને જગમાં જ્ન્મમળે
૮૭નીપાકટ ઉંમરે પણ,ઘરમાં બેઠા તકલીફને દુરકરે
સમજમાનવીની જ્યાંઅટકે,ત્યાંબારણે આવીઉભા રહે
માર્ગમોકળો કરતાંમુંઝવણનો,અંતરથી સૌનોસ્નેહમળે
                                  ……….પ્રેમના મુખથી શબ્દો સરતા.

++++++++++++++++++++++++++++++++

સરળ સૃષ્ટિ


                       સરળ સૃષ્ટિ

તાઃ૮/૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ કરતાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુપ્રેમની પ્રીતમળતાં,હૈયુ પણ આનંદે હરખાય
                                   ………ભોલેનાથની ભક્તિ કરતાં.
જન્મ મળતાં જગે જીવને,લેખ વિધાતાથી  લખાય
ગણપતિની કલમ ચાલતાં,જીવન ઉજ્વળથઇ જાય
સંતાન ભોલેનાથનાએ,જે સૌ પહેલા જગે છે પુંજાય
ભોલેનાથની ભક્તિએ,કૃપા વિધાતાનીય મળી જાય
                                    ………ભોલેનાથની ભક્તિ કરતાં.
માનો અમુલ્ય પ્રેમમળે જ્યાં,મા પાર્વતીજી પુંજાય
આશીર્વાદ મળેજ્યાં માના,ત્યાં જીવનઉજ્વળ થાય
દેહનો સંબંધ આજીવથી,જે માની કૃપાએ સચવાય
શાંન્તિ મળે જીવનજીવતાં,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
                                  ………. ભોલેનાથની ભક્તિ કરતાં.
ભોલેનાથ તો ભોળાછે,જ્યાં ભક્તિ શ્રધ્ધાએજ થાય
જીવને આપે શાંન્તિ ને પ્રેમ,જ્યાં દુધ અર્ચન થાય
પ્રેમઅનંત મળીજાયજીવને,ઉજ્વળજીવનથઇ જાય
દુનીયા આખી વિખરાઇજાય,જ્યાં તાંડવ જગે થાય
                                     ………ભોલેનાથની ભક્તિ કરતાં.

==============================