અતુટ માયા


                            અતુટ માયા

તાઃ૯/૧/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણાસાગર,મુક્તિ દાતા,જગજીવનના ભાગ્ય વિધાતા
કરીએ પુંજનઅર્ચન મનથી,કરશે જીવનઉજ્વળ તનથી
                                           …….કરુણા સાગર,મુક્તિ દાતા.
ભક્તિની જો માયાલાગી,તો જન્મસફળ થઇ જશે અહીં
મુક્તિ દ્વાર ખોલશે કરુણાસાગર,તનને શાંન્તિમળી જશે
નાચિંતા આવતીકાલનીરહેશે,કે નાબારણે ઉભી ઉપાધી
ઉજ્વળ જીવન મહેંકી રહેશે,ને જીવને શાંન્તિ મળીજશે
                                         ………કરુણા સાગર,મુક્તિ દાતા.
માયાજો વળગી મોહની તો,ના રહેશે આરો કે ઓવારો
મુંઝવણ વણમાગી મળીજશે,ને ના સાથકે કોઇ સહારો
એક માગેલુ મળીજશે,તે પહેલાબીજુ વણમાગેલુમળશે
અલખની જ્યાં દ્રષ્ટિ પડશે,બંધન છુટીજશે આ તનથી
                                         ……….કરુણા સાગર,મુક્તિ દાતા.

/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/

આજ અને કાલ


                          આજ અને કાલ

તાઃ૯/૧/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

આજકાલ એ દેહના બંધન,
                           મળતા જીવને જગના સગપણ
જન્મ ધરે જ્યાં જીવ જગતપર,
                          મળીજાય આજકાલની એ અંદર
                                 ……… આજકાલ એ દેહના બંધન.
પરમાત્માની કૃપા અને,જીવના જગતના બંધન
જીવને એવો જ દેહમળે,એ માનવી પશુ કે બંદર
લેણદેણ છે હિસાબ પ્રભુનો,નામાનવી સમજે કોઇ
ભક્તિભાવમાં જે જીવ ચાલે,એણે પ્રભુકૃપાને જોઇ
                                   ………આજકાલ એ દેહના બંધન.
આજને પકડી જે ચાલે જગમાં,ના તેને ચિંતા કોઇ
મળીજાય મહેનતથી આજે,તેણે કાલ ઉજ્વળ જોઇ
કાલ કરવાની તેવડમાં જ,જે આજને ભુલી જ જાય
આવે વ્યાધી આંગણે આજે,નાકાલ માટે એ રોકાય
                                   ……….આજકાલ એ દેહના બંધન.
આ સમયને પકડી ચાલતાં,સઘળુજ સચવાઇ જાય
રાહની કોઇ ના જરુરપડે,કે ના સમય વેડફાઇ જાય
આજ કાલનો ના વિચાર કરતાં,વ્યાધીઓ દુર થાય
મળીજાય જ્યાં કૃપા પ્રભુની,ત્યાં હિંમતથીજ જીવાય
                                     ………આજકાલ એ દેહના બંધન.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

જન્મ મરણ


                       જન્મ મરણ

તાઃ૯/૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણ એ દેહના બંધન,
                            જ્યાં જીવ અવની પર આવે
રામ,કૃષ્ણ એ નારાયણ રૂપ,
                              તોય તેમના દેહને ના છોડે.
                                    ……….જન્મ મરણ એ દેહના.
દેહ જગત પર આવતાં,માતાનો જગે પ્રેમ મળે
લાગણી માયાને સ્નેહથી,માતાની કુખ છે ઉજળે
પામી પ્રેમમાતાનો દીલથી,દેહને શાંન્તિ જ મળે
જન્મસફળ કરવામાં તેનો,પ્રેમ માનો પાયો બને
                                       ………જન્મ મરણ એ દેહના.
વાણી,વર્તનને મહેનતને,પિતાના પ્રેમે રાહ મળે
સાચી કેડી પકડી લેતા,ઉજ્વળ જીવન મળે તેને
દેહનાસંબંધ અવનીના,સાર્થક સાચી કેડીએ બને
હૈયેથી મળતા હેતથી જ,જન્મ ઉજ્વળ બની રહે 
                                      ……….જન્મ મરણ એ દેહના.
મૃત્યુ જન્મનો સંબંધી,જ્યાંજન્મ મળે ત્યાંએ મળે
ના જગમાં કોઇ છોડી શકે,ના અળગુએ કદીબને
જન્મની જ્યાં તારીખ મળે,ત્યાં મૃત્યુનીય લખાય
જન્મમરણના બંધન સાચા,ના રહે કદીએ આઘા
                                        ………જન્મ મરણ એ દેહના.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦