તારુ કે મારુ


                          તારુ કે મારુ

તાઃ૧૦/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ    

તારુ મારુ ત્યાં ચાલે,જ્યાં ભેદભાવની રીત
ના માયા વળગે જીવને,જ્યાં પ્રભુથી પ્રીત
                                       …….તારુ મારુ ત્યાં ચાલે.
જન્મમળે જ્યાં ધરતીપર,માબાપના મળે હેત
પાપા પગલી નિરખતાં,સંતાનથી માયા લાગે
પ્રેમમળે જ્યાં સૌનો,ત્યાં બાળકને આનંદથાય
મારુતારુ ના સમજે એ,જ્યાં મળી જાયછે પ્રેમ
                                      ………તારુ મારુ ત્યાં ચાલે.
પ્રભુભક્તિના બારણે આવતાં,જગતજીવ સૌએક
ભેદભાવના નાકિનારા,કે નાકોઇ પામવાનીરીત
શ્રધ્ધાની જ્યાંપકડીદોર,મળીજાય ભક્તિથીપ્રીત
બંધન દેહના નારહે કોઇ,સર્વ પર દ્રષ્ટિ જયાંએક
                                      ……….તારુ મારુ ત્યાં ચાલે.
એક બે ના હિસાબ થાય,ત્યાં ત્રીજોજ ફાવી જાય
સમયને પકડી ચાલતાં,માનવ જન્મ સફળ થાય
મહેનત મનથી કરતાં,ત્યાં અપેક્ષાએ ના રહેવાય
મળી જાય એ હક્ક તમારો,ના મહેંર કોઇની થાય
                                             …….તારુ મારુ ત્યાં ચાલે.

===============================

કરેલા કર્મ


                         કરેલા કર્મ

તાઃ૧૦/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતનીમ છે જગતપિતાનો,સાર્થક જીવનો સંગ
કામનામએ ભક્તિ સંગથી,ભગાવશે દુન્યવી રંગ
                                 …….જગતનીમ છે જગતપિતાનો.
માનવજીવન ઉજ્વળતાદે,જો મેળવે જગમાં પ્રેમ
મારુંતારું નાવળગે જ્યારે,લાવશે ઉમંગ જીવનમાં
કર્મનાબંધન દેહને વળગે,જે પાવન કરે આ જન્મ
પામીપ્રેમ પરમાત્માનો,મળશે સારા જીવોનો સંગ
                                 ……..જગતનીમ છે જગતપિતાનો.
વાણી વર્તનએ દેહનીસાથે,જે મતી તરફ લઇજાય
કોણ,ક્યારે,કેમઆવે,ના જીવનમાં કોઇથી સમજાય
ભક્તિનો એક સાચોતાંતણો,મોહમાયાને ભગાડે દુર
લઇ જાય મુક્તિના માર્ગે,જે સાચાસંતથી મેળવાય
                                     …….જગતનીમ છે જગતપિતાનો.
સુર્યોદયનો સહવાસસૌને,મળે જીવને વર્તનએ  સંગે
સુર્યાસ્ત આવશે આંગણે,પણ ના મોહનો છોડશે રંગ
દીનચર્યામાં વર્તનનોદોર,મેળવશે ભવભવનાબંધન
કરેલા સારાકર્મથી દેહને,મળશે પરમાત્માનાપગરણ
                                     ……. જગતનીમ છે જગતપિતાનો.

**************************************************

ૐ શ્રી જય


                         ૐ શ્રી જય

તાઃ૧૦/૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દના ઉચ્ચારણથી જ,મનને શાંન્તિ થાય
આંખોબંધકરી ઉચ્ચારતાં,તનને ટાઢક મળીજાય
                                   ………ૐ શબ્દના ઉચ્ચારણથી.
પલાંઠીવાળી બેસી જઇને,પ્રભાતમાં એ બોલાય
મનનેશાંન્તિ તનને ટાઢક,દેહપણ પાવન થાય
શબ્દઉચ્ચારણની અસરે,માનવજન્મસફળ થાય
આનંદહૈયે મનનેશાંન્તિ,ને દેહનેસઘળુ મળીજાય
                                     ………ૐ શબ્દના ઉચ્ચારણથી.
શ્રી શબ્દએ પાવનપ્રેમછે,જે જન્મ સફળ કરીજાય
માનોપ્રેમ મળે સંતાનને,જીવનપણ હરખાઇ જાય
શબ્દનોતાંતણો મળીજતાં,માનીકૃપા અપાર  થાય
માનવજીવન પાવનથાય,ને દેહપણ ઉજ્વળથાય
                                  ……….શ્રી શબ્દએ પાવનપ્રેમ છે.
માનવતાની મહેંક બતાવે,જ્યાં જય શબ્દ બોલાય
સફળતાના જ્યાં સ્વરમળે,ત્યાં મનથીનીકળી જાય
ઝાઝી ઝંઝટ જગતમાંછે,જે જન્મ મળેજ મળી જાય
મુક્તિના દ્વાર ખોલવા જીભથી,જય શબ્દને સહવાય
                                    ……….માનવતાની મહેંક બતાવે.

                             ===========
         આમએ તનમનને શુધ્ધ કરે,શ્રી એ દેહને શુધ્ધ કરે
અને જય એ જીવનો જન્મ સફળ કરે.

ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય