એક વિશ્વાસ


                      એક વિશ્વાસ

તાઃ૧૧/૧/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પલક ઝબકતાં પ્રેમ મળે,ને આવી મળે હેત
મનને આવી શાંન્તિ મળે,એ છે પ્રભુના ખેલ
                              ……..પલક ઝબકતાં પ્રેમ મળે.
કદમ માંડતા મન ડગે,ના સમજનો કોઇ મેળ
મળશે તેમ મન કહે,પણ ના કોઇ  એક વિશ્વાસ
મુંઝવણના વાદળ છે ધેરા,ના દેખાય કોઇ દ્વેષ
ડગમગ મન ડગીગયું,ના કડીનો એમાં છે દોષ
                                 …….પલક ઝબકતાં પ્રેમ મળે.
લાગણીનો ઉભરો છોડીને,જ્યાં મનથી થાયકામ
નામની વ્યાધી ભાગે દુર,ના અડચણ આવે દ્વાર
જ્યાં ચિનગારી પ્રેમની,ત્યાં સરળતાએ સમજાય
શ્રધ્ધાની એક સાંકળછે,જ્યાંમહેનત સાર્થક થાય
                                    …….પલક ઝબકતાં પ્રેમ મળે.
વિશ્વાસની કેડીછે ન્યારી,જ્યાં સફળતા મળીજાય
ભક્તિમાં વિશ્વાસ રાખતાં,જલાસાંઇનીભક્તિ થાય
મહેનતમાં હિંમતરાખતાં,સારાકામ સફળથઇ જાય
વિશ્વાસ નાજુક તાંતણો,જે હ્રદયનાપ્રેમથીમેળવાય
                                       …….પલક ઝબકતાં પ્રેમ મળે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@