ડગલાંની કિંમત


                            ડગલાંની કિંમત

તાઃ૧૪/૧/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક ડગલું આગળ ચાલો,ના જુઓ ચાલતા કાંઇ
પડો કુવામાં ઉંધા માથેજ,ત્યાં તુટે હાથપગ ભઇ
                                  ………એક ડગલુ આગળ ચાલો.
જીવનમાં ઉજાસ મળે,જ્યાં ડગલુ સાચવીને મંડાય
ભણતરના સોપાન સંગે,વિચારીને જ પગલુ ભરાય
સફળતા પાયામાં રહે જ્યાં,જીવનો જન્મસફળ થાય
આધી વ્યાધી ભાગે દુર,ત્યાં ડગલાંની કિંમત દેખાય
                                    ……….એક ડગલુ આગળ ચાલો.
મતી મુકીને નેવાપર,જ્યાં સૃષ્ટિમાં ડગલું છે ભરાય
પડી જવાયત્યાં પાતાળમાં,જ્યાં જીવનનર્ક થઇજાય
પગલુ ક્યારે ને ક્યાં માંડ્યુ,એ કુદરતની ભઇ લીલા
સમજ વિચારીને આગળવધો,જ્યાં ડગલું છે દેખાય
                                     ……….એક ડગલુ આગળ ચાલો.
માબાપનેપ્રેમ નેભક્તિમાંહેત,ત્યાં જીવનઉજ્વળ છેક
જીવતરના પાવન પગલાં,ને પ્રેમે પ્રભુ કૃપા લેવાય
નમનકરતાં વડીલોનેતનથી,આશીર્વાદની વર્ષાથાય
જીવનજીવતામાનવીને,ત્યાં ડગલાંની કિંમતસમજાય
                                        ………એક ડગલુ આગળ ચાલો.

//////========///////////========///////=======//////

હેતાળ પ્રેમ


                               હેતાળ પ્રેમ

તાઃ૧૪/૧/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે જ્યાં જીવને,કર્મના બંધન ત્યાં સચવાય
મુક્તિના મળે ત્યાં દ્વાર,જ્યાં હેતાળ પ્રેમ મળી જાય
                                         ……….જન્મ મળે જ્યાં જીવને.
કર્મ મહેનત સંગે ચાલે,ત્યાં માનવદેહને મુક્તિ આવે
પ્રભુકૃપાને પામવા જગમાં,મનને ભક્તિ સંગેએ રાખે
જીવનઉજ્વળ બને આજન્મે,મહેનત મનથીસંગે ચાલે
મળીજાય કૃપા જ્યાંદેહે,સુખ શાંન્તિ સંગ જીવન આપે
                                           ……….જન્મ મળે જ્યાં જીવને.
સાચાસંતનો સંગ જીવનમાં,માર્ગ ભક્તિનોએ પ્રેમે ચીંધે
પ્રભુ કૃપા ને મુક્તિ ચીંધે,જ્યાં મનથી પરમાત્માને ભજે
કદમ કદમ પર સાથમળે,ને મહેંક જીવનમાં મળતીસંગે
આવી હેતાળપ્રેમ મળેપ્રભુનો,જે જન્મસફળ કરવાનેઝંખે
                                            ………..જન્મ મળે જ્યાં જીવને.

=================================

પ્રેમ


                                    પ્રેમ

તાઃ૧૪/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં નિર્મળ એવો,મળી જાય હેત મને જેવો
સરળતાનો સહવાસદીસે,ને શ્રધ્ધામાંજ મળે એ પહેલો
                                   ………..પ્રેમ જગતમાં નિર્મળ એવો.
ભક્તિપ્રેમ જગતમાં ઉત્તમ,જીવને મુક્તિએ દોરી જાય
જન્મમરણ ના બંધનછુટતાં,જીવે કર્મબંધન છુટી જાય
પ્રેમ પરમાત્માનો પામવા,અંતરથી જ્યાં ભક્તિ થાય
ના અપેક્ષા કે ના માગણી રહે,જ્યાં પરમાત્મા ભજાય
                                     ……….પ્રેમ જગતમાં નિર્મળ એવો.
સોમવારની  મંગળ સવારે, જગમાં ભોલાનાથ પુંજાય
મંગળવારની મહેંકમાણવા,ગણપતિને પ્રેમથી ભજાય
બુધવારના પાવન દીને,મા અંબાને પ્રેમે દીવો થાય
ગુરુવારના પવિત્રદીને,ભક્ત જલાસાંઇની સેવા થાય
                                       ………પ્રેમ જગતમાં નિર્મળ એવો.
મા સંતોષીની કૃપાનેપ્રેમ,શુક્રવારની સેવાથી મેળવાય
શનીવાર દીન ભક્તિ શક્તિનો,હનુમાનદાદાથી લેવાય
રવિવારના ઉજ્વળદીને,માતાને પ્રેમે કંકુ ચાંલ્લો થાય
મળીજાય માતાનો પ્રેમ જે જગત જીવની અપેક્ષા એક
                                         ……..પ્રેમ જગતમાં નિર્મળ એવો.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!