સિંદુરની કિંમત


                       સિંદુરની કિંમત

તાઃ૧૬/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવનોસફળ બને,જ્યાં દેહને ઉજ્વળકુળ મળે
પવિત્ર પાવન ભક્તિ મળે,ને હિન્દુકુળમાં જન્મ મળે
                                       ………જન્મ જીવનો સફળ બને.
માતાપિતાનો હરખ મળે,જ્યાં સંતાનને સાચી રાહ
નિર્મળ પાવન પ્રેમ વહે,ને માનવજીવનમાં ઉજાસ
શીતળ જીવનનો સહવાસલેવા,દીકરી સાસરે જાય
સંસારનાસહવાસી પતિથી,ત્યાં સેંથામાંસિંદુર પુરાય
                                        ………જન્મ જીવનો સફળ બને.
શ્રધ્ધા અને વિશ્વાસમાં જ્યાં અંતરે પ્રેમ આવી જાય
ચપટી સિંદુર કપાળમાં મુકતા,સૌભાગ્યવતી થવાય
ચપટીની ગપટી ના સમજાતા,શ્રીહનુમાનજી મુંઝાય
શરીરે સિંદુરલગાવી,પ્રભુરામનાચરણનું શરણુ લેવાય
                                         ………જન્મ જીવનો સફળ બને.

==================================

આ છે પસંદગી


                      આ છે પસંદગી

તાઃ૧૬/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘર સારું શોધતાં અહીં,હવે વર સારો નામળે
વહુની સાથે ચાલતાં હવે,અહીં જોબ ના મળે
                                    ……….ઘર સારું શોધતાં અહીં.
કળીયુગની આ માયાછે,જ્યાં સહવાસ ના મળે
આગમન એકલુ અવનીએ,ત્યાં સંગાથ ના મળે
મારુંમારુંની માયારહેતા જગે,ઘુમાવાય ઘણુબધુ
ના મળે આમ કે દાન ત્યાં,સમઝણ ચાલી જાય
                                     ……….ઘર સારું શોધતાં અહીં.
વર કોણ ને વહુ કોણ,એ સમય આવેજ સમજાય
આંગળીપકડી માબાપ ચાલે,ના મળે કોઇ સંગાથ
દીકરો દીકરી સમય આવતાં,જીવ દોરી પકડી લે
વિચારના વમળમાં રહેતાં,કુદરત પણ દગો દઇદે
                                     ……….ઘર સારું શોધતાં અહીં.
સગાંસંબંધી ત્યાંસુધીસાથદે,જ્યાંસગપણ દેખાડે
સમયનીકેડી પાછીપડતાં,સગાં પણ દુર ભાગેરે
એકલ હું ને જીવપણ એકલો,લાગે જગમાં ત્યારે
અવનીપર ના ફરી આવવું,જીવને એ સંકેત રહે
                                    ………..ઘર સારું શોધતાં અહીં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

મહાત્મા અને સંત


                           મહાત્મા અને સંત

તાઃ૧૬/૧/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનેજગતમાં જન્મથીસંબંધ,અવતરણને કર્મનાબંધન
પ્રાણી પશુ માનવ કે પક્ષી,જગમાં બને એ દેહના દર્શન
                                          ………. જીવને જગતમાં જન્મથી.
વિશ્વ વ્યાપી જગત આધારી,પ્રભુને પરમાત્મા કહેવાય
સૃષ્ટિના છેએ સર્જનહારી,સમયે સૃષ્ટિને લપડાક દેનાર
જગત જીવના જન્મ મરણનો,હિસાબ પણ એછે કરનાર
એવા પરમ કૃપાળુ પ્રભુને,જગતમાં લાખ લાખ પ્રણામ
                                            ………મારા લાખ લાખ પ્રણામ.
આવ્યા અવનીએ દેહ ધરીને,અંતે લઇ ના કશુ જનાર
જીવને મળતી માયા જગ પર,જે જન્મ ફરી દઇ જાય
કર્મના બંધન તો દરેક જીવને,પાવન એ છે તમ હાથ
જન્મ સફળ આ ધરતી પર કરનારને મહાત્મા કહેવાય
                              …….ભારતમાંએ મહાત્મા ગાંધી કહેવાય.
જીવને દેહ મળે માનવનો,જ્યાં જગના બંધન મળનાર
જગની કેડી જીવપકડે,માનવ કે પશુ અવનીએ થવાર
ભક્તિનો સંગાથપકડીને જગમાં,જીંદગી જે જીવી જાય
પ્રભુ કૃપા થકી અંજામ બતાવે,જગમાં સંત તે કહેવાય
                               …….ભારતમાં એ સંત જલારામ કહેવાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@