જય મહાદેવ


                         જય મહાદેવ

તાઃ૧૮/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી,
                   છો જગતઆધારી,ઓ વિશ્વવ્યાપી;
સુણજો અમારી વિનંતી આધારી,
                  નિશદીન કરીએ છીએ પુંજનઅર્ચન;
પ્રેમે સ્વીકારી દો ઉજ્વળ જીવન,
                    મુક્તિ જીવની એ આશા ઉમંગથી.
                       ………છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.
મૃદંગ વાગે ને  ડમરુ પણ વાગે,
                     શિવલીંગ પર દુધ અર્ચન  સાથે
ધંટારવ ને વળી ઢોલ પણ વાગે,
                      આરતી પુંજા સૌ ભક્તો છે સાથે
ૐ નમ શિવાયના સ્મરણ સંગે,
                     પાવન ભક્તિ કરીએ વંદન સંગે
                         ……..છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.
હૈયુ હરખે કૃપા પામવા જીવન સંગે,
                     તનમનથી વંદન કર્મપાવન કાજે
દેજોપ્રેમ કૃપાળુ આજીવ શાંન્તિ ઝંખે,
                     હાથ પ્રસારુ પ્રેમ હૈયુ છે તરસે
આધાર તમારો અવનીપર હું માગું,
                   પ્રેમે તનમન ઉજ્વળ પણ કરજો
                             ……..છો ત્રિશુલધારી,ઓ ભોલે ભંડારી.

=================================