ગૌરવ


                                     ગૌરવ

તાઃ૧૯/૧/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મમળે જ્યાં અવનીએ,ત્યાં સાર્થક જીવન કરી શકાય
ગુર્જર માટીની મહેંકમળે મને,જ્યાં ગુજરાતી મળી જાય
                                           ………..જન્મ મળે જ્યાં અવનીએ.
વિશ્વવ્યાપી છે અવનીપર,એ હિંમતવાન જગમાં કહેવાય
આધીવ્યાધીમાં માર્ગ શોધી,સરળ જીવનએ મેળવી જાય
સરળસ્નેહને મધુર વાણીએ,જીવનના માર્ગો એ તરી જાય
ભાષાજગતમાં ગુજરાતીઉત્તમ,અંગ્રેજીને પણએ ટપી જાય
                                             …………જન્મ મળે જ્યાં અવનીએ.
મીઠી મધુરને મોહક વાણી લાગે,જ્યાં શબ્દોમાં એ સજાય
હ્યુસ્ટનમાં એ આવી પ્રેમે,જ્યાં ગુજરાતી સર્જકો મળી જાય
શબ્દોના સહવાસનેલેવા,ગુજરાતી સાહિત્ય સરીતા સર્જાય
એકએકના સહકારના સ્પંદન,હૈયેથી દર મીટીંગે મળીજાય
                                              ………. જન્મ મળે જ્યાં અવનીએ.

===================================