એકદમ મસ્ત


                                એકદમ મસ્ત

તાઃ૨૨/૧/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ફરવા નીકળો આ સીટીમાં,જરૂર આવજો મારી ડેલીએ
મળશે એકદમ મસ્ત ચા ગુજરાતી,જે દેહે લાવશે હેલી
                                          ……….ફરવા નીકળો આ સીટીમાં.
પાણી  ને દુધ તો અહીંનુ,પણ ચા પાંદડી તો ઇન્ડીયન
ચા નાખી પાણીમાં ઉકાળતા જ,પકડાઇ જાય પાકો રંગ
આદુનો પાવડર પણ સાથે,જે પીતા પેટ  સાફ થઇ જાય
ગરમ ચા પીતા ઠંડી પણ ભાગે, ને મળી જાય ગરમાવો 
                                             ………ફરવા નીકળો આ સીટીમાં.
ગુજરાતનુ ગામ યાદ આવે,જ્યાં ચાય પીવાય ચટાચટ
ના કૉફી કે કોઇ ડ્રીંક ભાવે,ગરવુ જ્યાંમળીજાય ગુજરાત
સ્ફુરતી શરીરની સચવાઇ જાય,ત્યાં દવાદારુની ના ટેવ
મસ્તી મનમાં મળી જાય અહીંયાં,જાણે ચંગુમંગુની જોડ
                                             ………ફરવા નીકળો આ સીટીમાં.

+++++++++++++++++++++++++++++++++++++