સુલુબેનના મુખેથી


              સુલુબેનના મુખેથી…..
                              ૬૦ મા જન્મદિનની ભેંટ
     (Happy Birthday  to મારા ઘરવાળા)

તાઃ૬/૨/૨૦૧૦                                       શનીવાર     

માબાપના હૈયે સૌએ અતિ આનંદ દીઠો,
               જ્યાં માથે ચુંદડી ચઢાવી તમે માંડવે;
      લગ્નજીવનના પવિત્ર પાવન પગથીએ,
                         મને મળી ગયો સાથ તમારો દીલથી.

સુખઆનંદ ભરેલા સંસારમાં ચાલતી,
                અતિ ઉજ્વળ પ્રેમીજીવન હું માણતી;
     પળપળ તમારો પ્રેમ પણ  હું લેતી,
                             ના જીવનમાં કોઇ તકલીફ હું જોતી.

હાથ તમારો ઝાલતાં મેળવ્યાં મેં ભરથાર,
                પગલેતમારા ચાલતા હૈયુ છે હરખાય;
    લાવ્યા શાંન્તિજીવનમાં પળપળ બનીમહાન,
                           મહેંક મળી જીવનમાં જ્યાં દીઠા સંતાન.

સંતાને સહવાસ લીધો માબાપથી જીવનમાં,
                  ઉજ્વળ ભવિષ્યે લીધા ભણતરનાસોપાન;
        સેજલ,નીલ નામ દીધા સંતાનને આપણે,
                      પ્રેમ ઉજ્વળ પામતા જીવનમાં હરખાયએ.

જન્મદીન આજે તમારો હૈયે ખુશી છે અપાર,
              જન્મસફળ મારો થયો  મારા તમે ભરથારઃ
      પ્રભુકૃપા હું માગતી મળે જન્મોજન્મનો સાથ,
                        પળ પળ સાથે રાખીને પકડજો મારો હાથ.

૬૦મા જન્મદીને આજે  પ્રાર્થના પ્રભુને ખાસ,
              ભક્તિપ્રેમ જીવનસંગેરાખી તંદુરસ્તીપણ દે 
        જન્મદીનનો આનંદ માણતાં આવેલ સૌ મલકાય
                     બર્થડે કૅક પ્રેમથીખાતા પ્રદીપ,રમા હરખાય

********************************************

જીવની અપેક્ષા


                                  જીવની અપેક્ષા

તાઃ૨૨/૧/૨૦૧૦                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

      પરમાત્માની અસીમ કૃપા થતાં આ જીવને કર્મના બંધન થકી
માનવ જન્મ મળ્યો છે.જે  સાર્થક કરવા સામાન્ય માનવી
પૃથ્વી પર અપેક્ષા રાખે છે……..

*જગતપર દેહ દેનાર માબાપનો હંમેશાં સંતાન પ્રેમ મળે.

*જન્મ સાર્થક કરવા મા તરફથી સંસ્કાર મળે અને પિતા તરફથી
જીવન જીવવાની સાચી કેડી અને મહેનતનુ માર્ગ દર્શન મળે.
*ગુરુજી તરફથી જીવનની સફળતાનો પાયો મળે જે જીવન ઉજ્વળ કરે.
*સંતના આશીર્વાદ મળે જે ભક્તિમય જીવન દઇને જીવ પર પ્રભુકૃપા થાય
*મોહ માયાના બંધન છોડવા પરમાત્માની કૃપા મળે.
*શ્રધ્ધાથી જીવન જીવવામાં પત્નીનો પણ સાથ મળે.
*સત કર્મમાં પત્ની અને સંતાનોનો સહવાસ મળે.
*જન્મ મરણના બંધનથી મુક્તિ મેળવવા પરમાત્માનો સાથ મળે.
અને…….
*જે ધરતી પર જન્મ મળ્યો છે તે ધરતી પર દેહનો ત્યાગ થાય તેવી
પરમાત્મા કૃપા કરે.

=====================================