કર્મની ઓળખાણ


                       કર્મની ઓળખાણ

તાઃ૨૮/૧/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી તો જીવી જવાની,ના છે તેમાં કોઇ રમખાણ
સંસ્કાર સિંચનની કેડી જોતાં,થાય કર્મની ઓળખાણ
                                            ………જીંદગી તો જીવી જવાની.
મીઠી મધુર એક લહેર પવનની,સુગંધ પ્રસરાવી જાય
મળેમનને ત્યાં શાંન્તિ અપાર,ને દેહપણ પાવન થાય
કુદરતની આકલા નિરાળી,મનની પવિત્રતાએ લેવાય
સત્કર્મોથી પ્રભુ રીઝવતાં,મનુષ્ય જન્મસાર્થક થઇ જાય
                                          ………..જીંદગી તો જીવી જવાની.
મોહ અપેક્ષા કે લાગણી દેખાવની,ના અસર કોઇ થાય
સમય ના હાથમાં કોઇના,કે ના કોઇથી એ કદી રોકાય
સંતનુ શરણુ મેળવી લેતાં,જીવને સદ માર્ગે દોરી જાય
અલખની દોરી મેળવીલેતાં,કર્મે જીવન પણમહેંકી જાય
                                            ……….જીંદગી તો જીવી જવાની.

===================================

અવસ્થા


                                  અવસ્થા

તાઃ૨૮/૧/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધનમાં ભઇ, જીવને જન્મ મળી જાય
કૃપાપ્રભુની એવીનિરાળી,સમયે અવસ્થા દેખાઇ જાય
                                            ………જન્મ મરણના બંધનમાં.
માતાની કૃપા થકી જીવને,જગતમાં દેહ મળી જાય
બાળપણ દેહને મળતાં,સર્વનો પ્રેમ પણ  આવી જાય
હાલરડાની મીઠી સોડમમાં,માબાપનો પ્રેમછે લેવાય
આંખની પલક જોવાને માતા,સારી રાત જાગી જાય
                                           ………..જન્મ મરણના બંધનમાં.
માયા છુટતાં બાળપણની દેહે,જુવાનીના મળે સોપાન
બુધ્ધિ ચાતુર્ય વાપરી લેતાં,જીવનમાં  કેડી મળી જાય
સોપાન સધ્ધરતાનામળે,જ્યાં મહેનત મનથીજ થાય
જુવાનીની અવસ્થાને પારખતાં,જન્મ સફળ થઇ જાય
                                               ………જન્મ મરણના બંધનમાં.
કુદરતની કલા પારખતાં, સમયે ઉંમરની આવે દિવાલ
સાચવીનેટેકો લાકડીનોલેતાં,ના ડગીમગી ક્યાંયજવાય
સહવાસ અને સથવાર મળતાં જ,મનને હળવાસ થાય
બાળપણ,જુવાનીકે ઘડપણ,આ દરેક અવસ્થા સચવાય
                                                  ……..જન્મ મરણના બંધનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

વંદનના સોપાન


                       વંદનના સોપાન

તાઃ૨૭/૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન માબાપને,જેણે દીધો છે માનવ દેહ
જન્મ દીધો માતાએ,ને પિતાએ દીધો ઉજ્વળ પ્રેમ
                                          ………પ્રથમ વંદન માબાપને.
કર્મના બંધન જીવની સાથે, જે ગતિએ લઇને જાય
વાણી વર્તન સાચવી લેતા,જીવન પણ સાર્થક થાય
વંદન માબાપને કરતાંમનથી,આશીર્વાદ છે લેવાય
જીવનમાં શાંન્તિ આવીજાય,ને પ્રભુ કૃપા પણ થાય
                                           ……….પ્રથમ વંદન માબાપને.
પ્રભાતપહોરમાં પ્રભુનેવંદન,જીવે માનવતા મહેંકાય
ધુપ,દીપને અર્ચન કરતાં,જીવપર પરમાત્મા હરખાય
મહેંકે જીવન માનવતાએ,ને સધળા કામસફળ થાય
મનનેમળે નેજીવનેમળે,જે શાંન્તિ પ્રભુકૃપાએ લેવાય
                                            ………પ્રથમ વંદન માબાપને.
ભણતરના સોપાન બતાવી,રાહ જીવનમાં જેણે દીધો
ગુરુજીનેવંદન થાયપ્રેમથી,જેથી ઉજ્વળ જીવન લીધુ
માર્ગ મહેનતનો મેળવી,જીવે સાર્થક જન્મ જગે દીઠો
મનુષ્યજીવન પ્રભુકૃપાએ,આશીર્વાદે પાવનકરી લીધુ
                                            ………પ્રથમ વંદન માબાપને.

=================================

અપેક્ષાનો સંગ


                            અપેક્ષાનો સંગ

તાઃ૨૭/૧/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં અવનીએ,જીવનેઅનંત આનંત થાય
માનવ દેહને પામતા જગમાં, ખુશી ખુશી થઇ જાય
                                           ……..જન્મ મળતાં અવનીએ.
કર્મનાબંધન છે જીવને,જે અવનીએ જ લાવીજાય
દેહ સાર્થક કરવા જગમાં,અણસાર માનવીએ થાય
પ્રભુ કૃપાને  પામવા કાજે, ભક્તિના લઇ લે છે દ્વાર
શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરતાં,પાવનપ્રેમ મેળવાય
                                           ………જન્મ મળતાં અવનીએ.
જીવનેમાયા વળગે જગતની,જન્મે જન્મે મળીજાય
વ્યાધી સાથે અડચણ આવે,જ્યાં મોહમાયા જોડાય
ભક્તિ મનની સાચા સંતની,ખોલે પ્રભુ કૃપાના દ્વાર
જન્મમરણને ત્યજવા,જીવની અપેક્ષા મુક્તિનીથાય
                                            ………જન્મ મળતાં અવનીએ.
કરુણા સાગરની કરુણા ન્યારી,જે નિર્મળતાએ લેવાય
સ્વાર્થ મોહને દુર ફેંકતા,સાચા સંતનો સહવાસ થાય
મળીજાય જ્યાં પ્રભુ સ્મરણ,રામનામની પ્રેરણા થાય
ઉજ્વળ જન્મ થાય જીવનો,સ્વર્ગની ધરતીએ જવાય
                                           ………..જન્મ મળતાં અવનીએ.

=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=/=

૨૦૧૦ની જીવન જ્યોત


             ૨૦૧૦ની જીવન જ્યોત

ચી.દીપલ,નિશીત હ્યુસ્ટનથી નીકળ્યા,
                     અમદાવાદમાં માણવા ઇશીતાના લગ્ન;
આંગણે આવ્યો પ્રસંગ રધુભાઇ ને,
                    દીકરીને ઉજ્વળ જીવનમાં દેવામાં મગ્ન.

પરીમલભાઇ કે રધુભાઇ નામ બે,
                      પણ ઘરમાં ભઇ આ વ્યક્તિ છે એ એક;
માતા પન્નાબેનની લાડલી ઇશીતા,
                     છે વળી ભાઇ ઇશાનની વ્હાલી મોટીબેન.

પારેખ કુટુંબની સંસ્કારી લાડકી દીકરી,
                    બનશે સિધ્ધાર્થકુમારના જીવનનો સંગાથ;
ફેબ્રુઆરીની તારીખ પહેલીના મંગળફેરે,
                    ભળશે એ પ્રેમાળ કુટુંબે લગ્નના ફેરે સાત.

પ્રસંગે મોટા પપ્પા પંકજભાઇ હરખાય,
                    મોટી મમ્મી નીલાબેનતો હરખપદુડા થાય;
શ્વેતાબેન સાસરેથી આવ્યા ઓમની સાથે,
                     માણવા ઇશીતાના લગ્નનો મળતો આનંદ.

દાદાચંપકભાઇ પૌત્રીનાલગ્ને છે મલકાય,
                 દમયંતીબા પણ ખુશીના આશીર્વાદ દઇ જાય;
સંજયકાકા અને ફાલ્ગુની કાકી પણ હરખાય,
                 ભાઇ આદીત્યને બહેન એકતા પણ રાજી થાય.

પ્રતીમાબેન પણ પહોંચી ગયા ત્યાં જલ્દી,
                 જાનને આવકારવા વહેલા ચંચલ પાર્ટી હોલે;
સાસુ ભારતીબેન ને સસરા દીનેશભાઇને મળ્યા,
                 જમાઇ ચી.સિધ્ધાર્થને પોંકવા કંકુ ચોખા સાથે.

દીકરીને વિદાયનો પ્રસંગ આવે જીવનમાં એક
                   માબાપ મલકાય જોઇને દીકરીના સુખ અનેક
પ્રદીપ,રમાના હૈયાના આશીર્વાદથી મેળવે
                 ઇશીતા,સિધ્ધાર્થ સુખી સંસાર જલાસાંઇથી ભેંટ

***************************************
            કલા નિકેતન અમદાવાદના શ્રી પરીમલભાઇની દીકરી
ચી.ઇશીતાના લગ્ન તાઃ૧/૨/૨૦૧૦ના રોજ છે.તે લગ્નની યાદ રૂપે
મારી દીકરી દીપલની પ્રેરણાથી અર્પણ.     લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

शहीद


                              शहीद

ताः२६/१/२०१०                  प्रदीप ब्रह्मभट्ट

सरहद पे लड रहे थे, वो थे देशके सिपाही 
शान देशकी बन रहे थे,वो गोलीके शिकारी
                                     ………..सरहद पे लड रहे थे.
रातदीन वो लड रहे थे,जैसे वादा कीया धरतीसे
ना परवा अपनोकी करते,सिर्फ कर्म अपना देखे
जीना मरना हाथमें रखते,प्यार वो भारतसे करते
वो शहीदहोगये धरतीपे,पावन कर्म अपना  करके
                                          ……….सरहद पे लड रहे थे.
इन्सान बनके जीनाहै,कुरबानी लेकर अपने दीलमें
पत्थर बनके खडेथे,जहां इंटका आये कोइ निशान
अपनी कायाको समर्पित करके,देते सलाम दीलसे
लाकर आझादी दी  देशको,वो खुशीसे शहीद हुए थे
                                           ………सरहद पे लड रहे थे.

==============================

મળી આઝાદી


                          મળી આઝાદી

તાઃ૨૫/૧/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુલામીની પકડાયેલી ગરદન,મુક્તિ  એ  મલકાય
આઝાદીની આંગળી પકડતાં,ભારતીય સૌ હરખાય
                                   ……….ગુલામીની પકડાયેલી ગરદન.
ડોકીનીચી ને ગરદનપણ નીચી,જ્યાં ગુલામી દેખાય
ના આરો કે કોઇ ઉપાયમળે,જ્યાં પરદેશીઓ હરખાય
મુક્તિ મેળવવા કાજે સૌ ભેગા થાય,મળે હાથમાં હાથ
ગુલામીમાં પડેજ્યાં તડ,ત્યાં દ્વારઆઝાદીના ખુલીજાય
                                      ……..ગુલામીની પકડાયેલી ગરદન.
ભેદભાવની ઝંઝટ જ્યાં છુટે,ત્યાં માનવતા મળી જાય
આંગળીપકડી ચાલતાબાળકને,સાથ જ્યાં હાથનોથાય
ટેકાની એક ટકોર મળતાં,થઇ જાય સૌ એકદમ તૈયાર
ના ઉભા રહે લોભ, ઇર્ષા, દ્વેષ,જ્યાં જય ભારત કહેવાય
                                   ……….ગુલામીની પકડાયેલી ગરદન.
શાનમળે એદેહને જગમાં,જે પ્રજાનેખુશી જોઇ હરખાય
ભેંટ મળે બંધુકની ગોળીની,તોય એ માનવી મલકાય
મૃત્યુની લીધી માયા જ્યાં દેહે,ત્યાં સલામી મળી જાય
ઉજ્વળ નામ અને કામ થાય,જ્યાં આઝાદી મળી જાય
                                      ……..ગુલામીની પકડાયેલી ગરદન.

************************************