અભિષેક


                              અભિષેક

તાઃ૧/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ ન્યારી,છે જીવન ઉજ્વળ કરનારી
સોમવારનો સુરજ ઉગતાં,પ્રભાતે પુષ્પ દુધથી થનારી
                                           ………ભોલેનાથની ભક્તિ ન્યારી.
ભોલેનાથ તો જગતપિતા છે,જે મુક્તિ જીવને એ દેનારા
પ્રેમ ભાવથી પુંજન કરતાં,આ સફળ જન્મ પણ કરનારા
ધુપદીપ સંગે આરતીકરતાં,પળમાં જીવને શાંન્તિ દઇ દે
અભિષેક નાગેશ્વરનું કરતાં,મુક્તિના દરવાજાએ ખોલી દે
                                           ……….ભોલેનાથની ભક્તિ ન્યારી.
માતા પાર્વતીની કૃપા મળે,જ્યાં ભોલેનાથની  પુંજા ફળે
ત્રિશુળધારી છે અતિદયાળુ,દેહના શત્રુઓનો એ નાશકરે
દેહને જગમાં મુક્તિમળે,જ્યાં ગંગાનું પવિત્ર અમૃત મળે
અભિષેકમાં આસ્થારહેતા,જીવને જગનાફેરા ભક્તિએ ટળે
                                          ………….ભોલેનાથની ભક્તિ ન્યારી.

===================================