મહેનતનુ ફળ


                           મહેનતનુ ફળ

તાઃ૧/૨/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

તનથી કરુ મનથી કરુ,જીવન ઉજ્વળ કરવા મથુ
શ્રધ્ધાનો સહારો રાખી,મહેનત હું તન મનથી કરુ
                                       ……… તનથી કરુ મનથી કરુ.
વંદન હુ માબાપને કરુ,આશીર્વાદે પગલુ હુ ભરુ
સરળતાનો સહવાસ રહે,ને કામનિર્મળ બની રહે
પાવન પગલાં બનીરહે,જ્યાં વડીલોની કૃપામળે
સફળતાના બારણા ખુલે,મહેનત મનથી થઇ રહે
                                       ………..તનથી કરુ મનથી કરુ.
ભણતરના દ્વાર ખોલતા, સદગુરુનો જ્યાં પ્રેમ મળે
સહવાસ ને સંગાથ સાચે,જીવન ઉજ્વળ બનીરહે
હૈયેથી મળેલ હેત તનને, સાર્થક જીવન કરીજ દે
મહેનત ખંતથી કરતાં,સાચી રાહ જીવન માણી લે
                                            ………તનથી કરુ મનથી કરુ.
સંસારની સીડીએ ચાલતા,ડગલે ડગલુ સાચવી ભરે
નિરાશાની ના આશા કોઇ,સફળતા દ્વારે આવી મળે
જીવનની સરળતા સંગે,પ્રભુ ભક્તિમાં મન પણ રહે
મહેનત મનથીકરતાં,ના દમડીની માયા જીવે વળગે
                                             ……… તનથી કરુ મનથી કરુ.
જીવનની કેડીએ ચાલવા,તન મનથી એ જીવી લીધી
સાચો રસ્તોદીધો માબાપે,ને ગુરુજીના મળ્યાઆશીર્વાદ
સંતથી મળ્યા સંસ્કાર જીવે,ને ભક્તિએ દીધા સોપાન
મહેનતની સાચીરીતમાણતા,મળ્યો જીવનેપાલનહાર
                                                 ……..તનથી કરુ મનથી કરુ.

==================================

હૈયુ હરખાય


                              હૈયુ હરખાય

તાઃ૮/૨/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતાનો પ્રેમ જ્યાં મળીજાય,ત્યાં પિતા ખુબ હરખાય
સંતાનનો સ્નેહ પામતાં,માબાપને જન્મ સફળ  દેખાય
                                             ……….માતાનો પ્રેમ જ્યાં મળી.
નિત્ય સવારે નિર્મળ પ્રેમે, બાળકને વ્હાલ હેતથી થાય
ધીમેપગલે ચાલતાદેહનેનિરખી,મા આંગળીપકડીજાય
પાપા પગલી છુટતાં નાની,જીવનને પગલે એ દેખાય
નિર્મળ જીવન સંતાનના જોતાં,માબાપનુ હૈયુ હરખાય
                                                ……..માતાનો પ્રેમ જ્યાં મળી.
જીવનના સોપાનજોતાં,બાળકને મનમાં મુઝવણ થાય
પિતાપ્રેમથી ટાઢક મળતાં,સોપાન સરળ સૌ થઇ જાય
મનથી મહેનત કરતાં સાચી,ને શ્રધ્ધાનો લઇ સથવાર
સફળતાના સોપાન જોતાં,માબાપ અંતરથી છે હરખાય
                                               ………માતાનો પ્રેમ જ્યાં મળી.
મળીજાય જીવનનીસાચીકેડી,જે સરળ માબાપને દેખાય
આનંદ અનંત આવતાહૈયે,આંખમાં હર્ષનાઆંસુ ઉભરાય
માનોપ્રેમ ને આશીશ પિતાની,મળી જાય સંતાનને હેતે
મળીજાય ત્યાં કૃપા પ્રભુની,સંતાન જીંદગી ઉજ્વળ દેખે
                                                ………માતાનો પ્રેમ જ્યાં મળી.

++++++++++++++++++++++++++++++++

ઉંમરની ઓળખ


                    ઉંમરની ઓળખ

તાઃ૮/૨/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમરને ના પકડે કોઇ, ભઇ દુર દુર સૌ ભાગે
સમય આવતાં પકડીલે,આ ઉંમર સૌને પાડે
                                         ………ઉંમરને ના પકડે કોઇ.
જન્મ મળતાં અવનીએ,જીવ ઉજ્વળ થવા આવે
પાવનપગલાં પારખતાં,ના વ્યાધી કોઇકંઇ આવે
ડગલુ માંડતાં બચપણ આવે,જે વ્હાલુ સૌને લાગે
મળીજાય પ્રેમનીવર્ષા,જ્યાં સગપણ દીલમાંઆવે
                                        ……….ઉંમરને ના પકડે કોઇ.
કેડી જીવનની એવી જગમાં,જેવી દેહ એને પકડે
મન મહેનતને લગન જોતાં,ના મોહ માયા જકડે
પાવન કર્મને ભક્તિનો સંગ,સરળતા જ સહેવાય
મળી જાય સાથ સૌનો,એજ સાચુ જીવન કહેવાય
                                         ……….ઉંમરને ના પકડે કોઇ.
આવે આશીર્વાદની વેળા,મોહ માયાને છોડી દેવા
લાગણી પ્રેમ સંતાનનેદેતાં,સૌ પ્રેમી જીંદગી લેતા
પ્રભુકૃપાના દ્વાર ખુલે જ્યાં,ત્યાં સહકાર મળી જાય
આવે સ્નેહપ્રેમ લાગણી,જે બીજે ક્યાંય ના લેવાય
                                            ………ઉંમરને ના પકડે કોઇ.

=============================

હોળી આવી


                           હોળી આવી

તાઃ૭/૨/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

હોળી આવી હોળી આવી,લઇને પ્રેમે પ્રભુની ઝોળી
મોહમાયાના બંધન તોડી,જીવનમાં લઇ લો પહેલી
                                       ……ભઇ હોળી આવી હોળી આવી.
માનવદેહના કર્મ બંધન,પાપ પુણ્યથી  હોય ભરેલા
ભક્તિની કેડીના સંગે રહેતા,જીવનમાં નડતર ભાગે
માયા જગમાં જ ફરતી ચાલે,શોધી જીવનએ વિખેરે
ના અણસાર મળે દેહને,એજીવને મુક્તિ માર્ગથીરોકે
                                   ……..ભઇ હોળી આવી હોળી આવી.
હોળીનો તહેવાર જીવને,જગતમાં પાપથી  દુર રાખે
જીવના પાપકર્મને બાળે,જ્યાં જીવને ભક્તિ મળે રે
નાશ થાય જ્યાં પાપનો,ત્યાં જન્મ સફળ થઇ જાય
ધુળેટીના રંગોમાં રહેતા,મળેલ જન્મ ઉજ્વળ દેખાય
                                     ……..ભઇ હોળી આવી હોળી આવી.
હિન્દુ ધર્મના દરેક તહેવારે, સંકેત જીવને મળે અનેક
કુટુંબની લાગણી મળતાં,અનંત પ્રેમ બંધનમાં દેખાય
જીવને મળતાં જગનાતહેવારે,સાર્થકજન્મ કરી જવાય
પળપળ સાચવીલેતાં જીવને,જન્મ સફળ થતો દેખાય
                                      ……..ભઇ હોળી આવી હોળી આવી.

++++++++++++++++++++++++++++++++++