જીવનું કલ્યાણ


                            જીવનું કલ્યાણ

તાઃ૧૯/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને,ત્યાં પ્રભુ કૃપા મળી જાય
આગમન અવનીપરનું માનવીનું,ત્યાં સાર્થક થઇ જાય
                                       ………ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
જન્મે જીવના પાવન કર્મે,જીવનું કલ્યાણ થતું જ જાય
મળીજાય પરમાત્માનો પ્રેમ,જ્યાં સાચા મનથી પુંજાય
સુર્યદેવનો  સહવાસ મળતાં જ,દેહનો દિવસ શરૂ થાય
મનથી પુંજનઅર્ચન કરતાં,દેહેજીવન પવિત્ર થતું જાય
                                    ………..ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
દેહનાબંધન જે જીવનેછે,જે ક્યારે ને ક્યાં એમળી જાય
માનવજીવન સાર્થક કરવા,પરમાત્માની કૃપા કહેવાય
આવી અવનીએ સત્કર્મ સંગાથ,ને પવિત્રપ્રેમ વહેવાય
જીવનેકલ્યાણનો માર્ગદીસે,જે પકડતાં ઉધ્ધાર થઇજાય
                                      ……….ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.
ટેકા દેહને મળે અનેક,કયો કેવો તે મનથી ના સમજાય
અનુભવનીસાંકળ પકડીચાલતાં,નાતકલીફ કોઇ ભટકાય
સંતનો લેતાં સહારો જીવે,ભક્તિ એ આંગળી ચીંધી જાય
કેવી ભક્તિપવિત્ર ને કેવીદેખાવની,તેઅનુભવે સમજાય
                                      ………..ભક્તિનો ટેકો મળે જ્યાં દેહને.

================================