આગમન અવનીનુ


                       આગમન અવનીનુ

તાઃ૨૮/૨/૨૦૧૦                                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
     
જીવને ઝંઝટ જગતમાં છે,જ્યાં અવનીએ દેહ મળી જાય
પ્રાણી,પશુ,પક્ષી કે માનવ,કૃપા પ્રભુએ શાંન્તિ જીવે થાય
                                               ………જીવને ઝંઝટ જગતમાં છે.
દેહ મળતાં અવની પર,જન્મ મૃત્યુ ના સંબંધ છે બંધાય
નામળે માનવદેહ જગતપર,ત્યાં દેહ આધારીત કહેવાય
ના સહારો બને એક બીજાનો,જ્યાં ત્યાં ભટકીને એ ખાય
જીવ પર થાય દયા પ્રભુની,ત્યાં માનવદેહ ને મેળવાય
                                           …………જીવને ઝંઝટ જગતમાં છે.
આગમન ધરતી પર દીસે,જીવને માનવદેહ મળી જાય
જીવને મુક્તિનો આધાર મળે,જ્યાંએ સાત્વીક વિચારાય
પ્રભુભક્તિનો અણસારસંતથી,જે તેમના અનુભવે દેખાય
પકડી સાચીકેડી જીવે જ્યાં,ત્યાં આધીવ્યાધી ભાગી જાય
                                          ………….જીવને ઝંઝટ જગતમાં છે.
મંદીર મસ્જીદ કે દેવળ,અવનીએ છે ભક્તિના નાનાદ્વાર
આવી જાય જ્યાં ભક્તિ ઘરમાં,ત્યાં પરમાત્માય હરખાય
મળે પ્રેમ જલાસાંઇ જેવા સંતનો,જે ભક્તિ ઉજ્વળ થાય
પરમાત્માનીપરિક્ષાએ આદેહો,દેહના જન્મસફળ કરીજાય
                                                 ………જીવને ઝંઝટ જગતમાં છે.

=================================

દયાનો સાગર


                          દયાનો સાગર

તાઃ૨૮/૨/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ પ્રેમથી કરતાં દેહને,જગે પ્રભુ કૃપા મળી જાય
પરમાત્મા છે દયાનોસાગર,શ્રધ્ધાએ જીવસુખી થાય
                                       ………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
મનમાંરાખી હેત પ્રભુથી,માનવ જીવન જ્યાં જીવાય
મળી જાય આત્માને શાંન્તિ,ત્યાં પાવન કર્મ જ થાય
આશીર્વાદની વર્ષા વરસે,જ્યાં માનવતા છે મહેંકાય
મળીજાય સુખશાંન્તિ દેહને,ને જગેજીવનપણ જીવાય
                                           ………ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
પરમાત્માને હાથ જોડતાં,દેહ પર એક દ્રષ્ટિ પડી જાય
સૃષ્ટિનો સહવાસ મળે ત્યાં,જીવને ઉજ્વળતાજ દેખાય
સાર્થક માનવ જન્મથાય,જ્યાં કૃપા જલાસાંઇની થાય
આવીઆંગણે ભક્તિપધારે,જે જીવનુ કલ્યાણ કરી જાય
                                         ………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.
માગણી માનવી મનની,ના જગમાં કોઇથી એ રોકાય
આવતાં અવનીપર દેહથી,કળીયુગ ત્યાં વળગી જાય
ભક્તિમાં છે એક માગણી,કે જીવનુ કલ્યાણ જગે થાય
મોહમાયાના બંધન તુટે,ને જીવે પવિત્રતા મળી જાય
                                      ………..ભક્તિ પ્રેમથી કરતાં દેહને.

****************************************************