પકડાઇ ગઇ


                              પકડાઇ ગઇ

તાઃ૫/૩/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સરગમના તાલે,માનવી જીંદગી આવી ગઇ
નીતિ અનીનિ આવીબારણે,જીવની મુંઝવણ વધી ગઇ
                                          ………સંસારની સરગમના તાલે.
જીવને ઝંઝટ પકડીચાલે,જે સમય આવે ત્યારે સમજાય
કેવી રીતે આવી મળે જીવને,અને ક્યારે એ ભાગી જાય
કુદરતની આ અપાર લીલા,જે સંસારમાં સચવાઇ જાય
મળી જાય દેહને માયાનેમોહ,માનવ ભટકે ત્યાં ચારેકોર
                                        ……….સંસારની સરગમના તાલે.
જન્મ જીવ ને દેહ જગતમાં,એપરમાત્માના ત્રણ પાસા
મળે છુટે ને જકડી રાખે જગે,જે જન્મે જીવને મળનારા
સાચી ભક્તિ છે સ્નેહ પ્રેમથી,જે પ્રભુ કૃપા માણી લાવે
આવેજ્યાં કળીયુગની કેડી,માનવીને નામળેકોઇ સીડી
                                         ………સંસારની સરગમના તાલે.
ભાવના મનની નાપારખે,કે ના માનવમનથી દેખાઇ
પ્રભુનું શરણુ જ્યાંમળે દેહને,ત્યાંઅનીતિ પકડાઇ ગઇ
નીતિનીકેડી પકડી જે દેહે,કળીયુગે વ્યાધી આવી ગઇ
સ્નેહ દર્દને પ્રેમ દેખાવના,એ સત્કર્મે જ પકડાઇ જાય
                                        ……….સંસારની સરગમના તાલે.

================================