બારણુ ખુલ્યુ


                            બારણુ ખુલ્યુ

તાઃ૬/૩/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળેછે જીવને જગતપર,જે દેહ થકી જ દેખાય
માનવ જન્મ  જ સાર્થક છે,જે પ્રભુ કૃપાથી  મેળવાય
                                   …………જન્મ મળે છે જીવને જગત પર.
પ્રભાતના પાવન કિરણો મળે,જ્યાં બારણુ ઘરનુ ખોલાય
ઉજ્વળતાના સોપાનમળે,જ્યાં સુર્યદેવનેપ્રેમે વંદનથાય
વ્યાધી આવતી ભાગી જાય,નાપ્રભુકૃપા તેનાથી સહવાય
મળે પ્રેમ સ્નેહ જગતમાં,ને મનમંદીરના બારણા  ખોલાય
                                     ………..જન્મ મળે છે જીવને જગત પર.
મહેનત મન ને લગન રાખતાં,બાળપણમાં ભણી લેવાય
સાચીશ્રધ્ધા રાખી જીવનમાં,સોપાન ભણતરના મેળવાય
સાચીમતી ને ગતીમળતાં જીવે,પાવનકર્મ સદા થઇજાય
માન સન્માન મળતાં દેહને,ઉજ્વળતાનુ બારણુ ખુલીજાય
                                       ………..જન્મ મળે છે જીવને જગત પર.

++++++++++++++++++++++++++++++++++++++

ભક્તિનુ માપ


                         ભક્તિનુ માપ

તાઃ૬/૩/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી જાય માયા જ્યાં જગની,દેહને આનંદ થાય
કુદરત કુદરત કરતો માનવી,જગમાં જ ભટકી જાય
                                       ……….મળતી જાય માયા જ્યાં.
બાળપણની ભઇ લીલા એવી,જે માબાપથી દેખાય 
મળે દેહને પ્રેમ નેસંસ્કાર,ઉજ્વળ જીવને દોરી જાય
ભક્તિ કેરી દોરી દેતા જીવને,અનંતકૃપા મળી જાય
જન્મ સફળ થઇજાય જીવનો,જ્યાં કર્મ પાવન થાય
                                      ………..મળતી જાય માયા જ્યાં.
જન્મમૃત્યુનો સંબંધ ન્યારો,નાજગે કોઇથીએ છોડાય
ભક્તિ સાચી થાય અંતરથી,ના દેખાવની કોઇ રીત
કર્મ બંધન સાથે ચાલી જગમાં,રાખો ભક્તિનો સંગ
મળી જાય કૃપાપ્રભુની દેહને,જન્મ સાર્થક થઇ જાય
                                      ………..મળતી જાય માયા જ્યાં.

===============================