કાતરની કેડી


                         કાતરની કેડી

તાઃ૮/૩/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

સીધી રાહેજ ચાલવુ જગે,ને ના રાખવો કોઇ મોહ
શરૂ થાય જ્યાં કાતરનુ કામ,નારહે તેમાં કોઇ ટોક
                                  ……….સીધી રાહે જ ચાલવુ જગે.
મન મતી નો ના ભરોશો,ક્યારે એ બદલાઇ જાય
સ્વાર્થલોભ જ્યાં મળી જાય,ત્યાં ગાડી વાંકી જાય
કળીયુગમાં છે કાતર એવી,જેને સૌ દીસે સરખાજ
ચાલે જ્યારે કાગળ પર,નાકદી એમાં છે ગડભાંજ
                                 …………સીધી રાહે જ ચાલવુ જગે.
માનવીમન જ્યાં ચાલે સીધું,ના કોઇ આવે તકરાર
અવનીપરના આગમને દેહે,ચાલવુ જગતમાં ટટ્ટાર
ના વ્યાધી કે મળે ઉપાધી,ના ટકી રહે એ પળવાર
કેડી સીધી મળતીજ ચાલે,મળીજાય  સીધી લગામ
                                   ………..સીધી રાહે જ ચાલવુ જગે.

+++++++++++++++++++++++++++++++