જ્ન્મદીનનો પ્રેમ


                            જન્મદીનનો પ્રેમ

તાઃ૧૧/૩/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ માનો સંતાન પર,એતો સંતાનના વર્તનથી દેખાય
આંગળી પકડી માતાની,જ્યાં વ્હાલા સંતાન ચાલી જાય

પુનીતાનો છે પ્રેમ મમ્મી પર,ને ભાવનાની  પણ ભાવના
ખુશી ખુશીને લાવી તાણી,મમ્મીના જીવને દેવાને લ્હાણી
પ્રેમપારખી સંતાનનો ઘરમાં,મમ્મીને અનંતઆનંદ થાય
ખોબેખોબે પ્રેમ સંતાનઉલેચે,ત્યાં મમ્મી ખુબમલકાઇ જાય

પ્રીસીલાનાપગલાં પણપ્રેમી,એ મમ્મીનેપ્રેમે ટેકો દઇ જાય
કૃષ્ણા મેળવે સધળોપ્રેમ,જે વ્હાલીમમ્મીને બહેનોથીદેવાય
સધળુ જીવન પાવનલાગે,જ્યાં પ્રેમે મમ્મી મલકાઇ જાય
જન્મદીન છે આજે મમ્મીનો, જે ઉજવતા સંતાનો હરખાય

આવ્યા હ્યુસ્ટન સંતાન સંગે,કરી દારેસલામને પ્રેમે સલામ
આશીર્વાદની વર્ષા થતા જીવનમાં,મળ્યા ઉજ્વળ સોપાન
આજે જન્મદીન વ્હાલીમમ્મીનો,જે ભોજનમાં પ્રેમે ઉજવાય
પ્રદીપ,રમા પ્રાર્થે જલારામબાપાને,દેજો સુખશાંન્તિ અપાર

===================================
      તાઃ૧૧/૩/૧૯૩૯ના રોજ જન્મેલા વિપુલાબેન વાલંબીયા આજે
૧૧/૩/૨૦૧૦ના રોજ ૭૧મા વર્ષમાં પ્રવેશ પામતા તેમના સંતાનોને
ખુબજ આનંદ થાય છે તેની યાદરૂપે તેમના સંતાનવતી આ લખાણ
તેમને અમારા તરફથી અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ બ્રહ્મભટ્ટ ના જય જલારામ તથા
            તથા ચી.દીપલ,નિશીત ના જય શ્રી સ્વામીનારાયણ.
તા૧૧/૩/૨૦૧૦                                                         ગુરૂવાર

+++++++++++++++++++++++++++++++++++++++++