કૃપાળુ જીવન


                       કૃપાળુ જીવન

તાઃ૧૩/૩/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મૃદુ પવનની જ્યાં લહેરમળે,ત્યાં  હૈયુ હરખાઇ જાય
નિત્ય પ્રેમની જ્યોત જલે,ત્યાં જીવન ઉજ્વળ થાય
                               ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.
આગમને અવનીએ જીવ,આધીવ્યાધીમાં અટવાય
સરળતાની શોધ મળતા,માનવ જીવન છે લહેરાય
મળે એક મહેંક પ્રેમની,સરળતા જીવનમાં  કેળવાય
આંગણુ  ઉજ્વળ દીસે,ને સરળજીવન પણ મેળવાય
                                 ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.
નિત્ય સવારે નિર્મળ હૈયે,પરમાત્માની ભક્તિ થાય
મોહ માયાના બંધન છુટે,ત્યાં કરુણાની વર્ષા થાય
ડગલેપગલે પ્રેમમળે,ને પવિત્રજીવન જીવી જવાય
મનની માયા દુર ભાગે,ને જગના બંધન છુટી જાય
                                  ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.

****************************************