જીવના મણકા


                        જીવના મણકા

તાઃ૧૬/૩/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જગતના પાંચ મણકા,વળગી જીવને આવે
પરમકૃપાળુ પ્રભુની લીલા,જીવને જગતમાં લાવે
                              ……….જીવ જગતના પાંચ મણકા.
પહેલો મણકો જન્મ છે,જે જીવને  દેહમાં લાવે
આવે અવની પરએ જીવ,કર્મના બંધન માણે
                             ………..જીવ જગતના પાંચ મણકા.
બીજો મણકો બાળપણ નો,જે નિર્દોષ પ્રેમ પામે
મળી જાય મોટાનો પ્રેમ,આનંદ આનંદ જ લાગે
                              ………..જીવ જગતના પાંચ મણકા.
ત્રીજો મણકો જુવાની છે,જે જીવના કર્મને લાવે
સત્કર્મોનો સહવાસ રાખતાં,ઉજ્વળ જીવન પામે
                                ……….જીવ જગતના પાંચ મણકા.
ચોથો મણકો એ ઘડપણનો,જે અપાર ત્રાસ લાગે
સગાં સંબંધી જ દુર ભાગે,જે ભક્તિમાં પ્રેમ લાવે
                                 ……….જીવ જગતના પાંચ મણકા.
પાંચમો મણકો મૃત્યુ છે,જે દેહને જ વિદાય આપે
ભક્તિ મનથી કરેલી જીવે, તે મુક્તિ સામી  લાવે
                                ………..જીવ જગતના પાંચ મણકા.

૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧