પ્રભુને પ્રાર્થના


                        પ્રભુને પ્રાર્થના

તાઃ૨૫/૩/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણા કરજો પરમ કૃપાળુ,જીવન ઉજ્વળ થાય
ભક્તિ પ્રેમનો જ સંગ દેજો,મુક્તિ જીવની થાય
                               ……….કરુણા કરજો પરમ કૃપાળુ.
અવનીપરના આગમનમાં,જગતે જીવ અટવાય
મોહ માયાના બંધન મલતાં,જીવ જગે મલકાય
પ્રેમ મળે જ્યાં કરતારનો,મતી જીવની બદલાય
શ્રધ્ધા રાખી પકડી લેતાં,જીવને સદગતી દેખાય
                              ………..કરુણા કરજો પરમ કૃપાળુ.
મળશે કૃપા કરુણાસાગરની,જે લાયકાતે મેળવાય
નામાગણી કે અપેક્ષારહે,જ્યાં ભજન પ્રભુના થાય
એક ભક્તિ મોહ જીવને રહેતાં,પ્રભુ પ્રેમ મેળવાય
આવી આંગણે પ્રભુ રહે, જ્યાં પ્રેમે જ દર્શન થાય
                                  ………કરુણા કરજો પરમ કૃપાળુ.

================================

જન્મદીન દીપુનો


                   જન્મદીન દીપુનો

તાઃ૨૩/૩/૨૦૧૦        જન્મ તારીખઃ ૨૩/૩/૧૯૮૫

ઉમંગ ઉછળી આવ્યો હ્યુસ્ટનમાં,સરોજબેનની સાથે
અશોકકુમારની લાડલી દીપુ,૨૫ વર્ષની થઇ આજે

મળતી માયા માબાપની,જે તેના વર્તનથી દેખાય
વ્હાલમેળવે સૌનો ત્યારે,એ બહેન વૈભવની કહેવાય

મધુર વાણી ને લાડલા શબ્દો,જે દીપુથી જ બોલાય
લાગે ત્યારે સંતાનવ્હાલા,નાની પગલીએ ઓળખાય

પાળજને પરદેશ  કરીને,કલ્પેનકુમારથી ચુંદડી ઓઢી
જીવન સંગીની બની જતાં,સૌનો પ્રેમ પણ લઇ લેતી

આનંદ સૌને હૈયેજ છે,જે દીપલ,નિશીતને ઘેર દેખાય
જન્મદીનતો દીપુને માણવા,કલ્પેનકુમાર પણ હરખાય

નાનામોટાના મુખથીઆજે,Happy birthday બોલાય
મળીજાય જ્યાં હેતપ્રેમ અને વરસે આશીર્વાદની હેલી

સુખ સમૃધ્ધિ પામી જીવે,ને લાંબુ આયુષ્ય દીપુ પામે
મળે પ્રેમ પરમાત્માનો,ને સાથે જલાસાંઇની પણ કૃપા

=====================================

    ચી.દીપુ નો આજે જન્મદીવસ છે.આજના આ પવિત્ર દીને અમો
સંત શ્રી જલાબાપા અને સાંઇબાબાને તથા શ્રી સ્વામીનારાયણને
પ્રાર્થના કરીએ કે ચી. દીપુ લાંબુ આયુષ્ય મેળવી જીવનમાં સુખ
સંમધ્ધિ પામે અને વડીલોના આશીર્વાદ મેળવી સુખી લગ્નજીવન
માણે અને જન્મદિનની યાદ રુપે આ લખાણ ભેંટ.

લી.પ્રદીપ,રમા,રવિ,દિપલ,નિશીત તરફથી જન્મદિનની શુભેચ્છા