જીવનનો અરીસો


                         જીવનનો અરીસો

તાઃ૩૧/૩/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે ભક્તિના વ્હેણ જીવને,તો જીવન પાવન થાય
આવે પ્રભુકૃપાની દેણ,જે જીવને મુક્તિ આપી જાય
                                       ………મળે ભક્તિના વ્હેણ જીવને.
સકળ જગતના પિતાનીકૃપા,એ અજાણતા મળી જાય
નામાયા નામમતાની પ્રીત,જે કળીયુગમાં આવી જાય
પ્રેમ જગતમાં પામવાજીવ,સાચી ભક્તિને પકડી જાય
ઉમંગ આવે ને ઉત્સાહ વધે,ને પરમાત્માય રાજી થાય
                                   …………મળે ભક્તિના વ્હેણ જીવને.
ડગલે પગલે પવિત્ર જીવન,ને જીવો સૌ પણ હરખાય
પાવકપ્રેમની જ્વાળા રહેતા,આનંદ પણ હૈયે જ થાય
કરતા કામ સંસારમાં જીવને,સરળતા ને જ સહેવાય
અડચણ ભાગે દુર તમથી,જે સાચી ભક્તિએ મેળવાય
                                      ………..મળે ભક્તિના વ્હેણ જીવને.
માનવીજીવન પાવન લાગે,સાચો સ્નેહ પ્રેમ મળીજાય
પળપળને પારખીને રહેતા,સાચા સંતનો મેળાપ થાય
કૃપાતણી વર્ષાને પામવા,ભક્તિનો આશરો મળી જાય
માળાના મણકે મણકે,જ્યાં નામ પરમાત્માનુ જદેવાય
                                        ………..મળે ભક્તિના વ્હેણ જીવને.

=================================