મોહની લીલા


                           મોહ ની લીલા

તાઃ૧૮/૩/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મણકા મોહના જો મળી ગયા,તો જીવન ભટકી જાય
એક એકને ગણતા રહેતા,માનવ  જીવન વ્યર્થ થાય
                                 ………..મણકા મોહના જો મળી ગયા.
માયાતો બારણે ઉભીજ હોય,એ તક મળતા લપટાય
ભોળપણ મનનુ પારખી લેતાં,જીવનમાં વળગી જાય
શીતળ તેનો સહવાસ સમજી,કેડી એ ચાલી સહવાય
મળતી તકને પકડી લેતાં,માનવ જીવન હણાઇ જાય
                                   ……….મણકા મોહના જો મળી ગયા.
નાઅણસાર મળે કદી જીવને,કે ના માર્ગ સરળ દેખાય
આવી તકલીફમળે જીવનમાં,ત્યાં ના મુક્તિને જોવાય
ઉજ્વળજીવન પામર થઇજાય,ને જન્મો જન્મ ભટકાય
નાઆરો કે ઓવારોરહે,જ્યાં મળેલ જીંદગી બગડી જાય
                                     ……….મણકા મોહના જો મળી ગયા.

================================

Advertisements

મુક્તિનો સંકેત


                        મુક્તિનો સંકેત

તાઃ૧૭/૩/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જન્મ મળે જીવને,ત્યાં દીસે મુક્તિના દ્વાર
ભક્તિ  સાચી પારખી લેતા,તક મળે ના વારંવાર
                                      ………માનવ જન્મ મળે જીવને.
શરણુ પ્રેમથી પામીલેતાં,અનંત શાંન્તિ મળી જાય
માયામોહના જ્યાં બંધનતુટે,ત્યાં જીવ જગે હરખાય
અમૃતતણા એક ટીંપાએ,જીવને મુક્તિ એ લઇ જાય
આગમન વિદાયના તુટે તાંળા,પ્રભુ કૃપા મળી જાય
                                     ………. માનવ જન્મ મળે જીવને.
આજ કાલના મોહ ખોટા,ના સમયને પકડી લેવાય
ઉંમરનાઓવારા જગે એવા,જે જીવને લટકાવીજાય
કળા જગતપિતાની ભટકાવે,જે ભક્તિએ ભાગીજાય
મળીજાય કૃપા કરતારની,મુક્તિનો સંકેત મળીજાય
                                      ………..માનવ જન્મ મળે જીવને.

+++++++++++++++++++++++++++++++++

જીવના મણકા


                        જીવના મણકા

તાઃ૧૬/૩/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જગતના પાંચ મણકા,વળગી જીવને આવે
પરમકૃપાળુ પ્રભુની લીલા,જીવને જગતમાં લાવે
                              ……….જીવ જગતના પાંચ મણકા.
પહેલો મણકો જન્મ છે,જે જીવને  દેહમાં લાવે
આવે અવની પરએ જીવ,કર્મના બંધન માણે
                             ………..જીવ જગતના પાંચ મણકા.
બીજો મણકો બાળપણ નો,જે નિર્દોષ પ્રેમ પામે
મળી જાય મોટાનો પ્રેમ,આનંદ આનંદ જ લાગે
                              ………..જીવ જગતના પાંચ મણકા.
ત્રીજો મણકો જુવાની છે,જે જીવના કર્મને લાવે
સત્કર્મોનો સહવાસ રાખતાં,ઉજ્વળ જીવન પામે
                                ……….જીવ જગતના પાંચ મણકા.
ચોથો મણકો એ ઘડપણનો,જે અપાર ત્રાસ લાગે
સગાં સંબંધી જ દુર ભાગે,જે ભક્તિમાં પ્રેમ લાવે
                                 ……….જીવ જગતના પાંચ મણકા.
પાંચમો મણકો મૃત્યુ છે,જે દેહને જ વિદાય આપે
ભક્તિ મનથી કરેલી જીવે, તે મુક્તિ સામી  લાવે
                                ………..જીવ જગતના પાંચ મણકા.

૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧

જીવની પકડ


                         જીવની પકડ

તાઃ૧૫/૩/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી લીધો મેં હાથ પ્રભુનો,મળી જીવને શાંન્તિ
આધિ વ્યાધી દુર ભાગતી,જીંદગી પણ મલકાતી
                            ………પકડી લીધો મેં હાથ પ્રભુનો.
આજકાલની ચિંતા તેને,ના જેને કોઇ છે સંગાથી
જન્મમૃત્યુ પણ મળતુ જીવને,ભક્તિથી જે અળગુ
મન વિચારને વાણી એવી,પ્રભુ કૃપાને વરસાવે
માગણી મનથી નાદેહથી,જે મુક્તિ માર્ગ બતાવે
                          ………..પકડી લીધો મેં હાથ પ્રભુનો.
ભક્તિ એછે શક્તિ જીવની,જેઉજ્વળતા સંગે રાખે
આવે આંગણે પ્રેમ લઇને,સંત બનીને એ સહવાસે
સાચી રાહની કેડી મેળવતાં,મોહ માયા ના વળગે
મળશે મુક્તિદેહને ત્યારે,જ્યારે જીવ પ્રભુકૃપા લેશે 
                             ……….પકડી લીધો મેં હાથ પ્રભુનો.
જીવને મળશે પ્રેમ પ્રભુનો,ના વ્યાધી કોઇ મળશે
દુરદુરથી એ જોતીરહેશે,પણના નજીક એ ભટકાશે
કુદરતની આઅપારલીલા,નામાનવીથી સમજાશે
જલાસાંઇની ભક્તિકરતાં,મુક્તિના દ્વાર ખુલી જાશે
                             ………..પકડી લીધો મેં હાથ પ્રભુનો.

=====================================

લાકડીની ઓળખ


                       લાકડીની ઓળખ

તાઃ૧૪/૩/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ જગતપર,મળે અનેક જીવને સોપાન
કુદરતની છે કૃપાનિરાળી,જે જીવના વર્તનથી દેખાય
                                    …………મળે માનવદેહ જગત પર.
આગળ ચાલે છાતી કાઢી,ના જુએ કદી એ આજુબાજુ
સમયને પારખી નાચાલતા,વાગીજાય જીવનમાંવાજુ
અહંમ આબરુ દુરજ ભાગે,જ્યાં પડી જાય લાકડી બૈડે
સમજ ત્યાં દોડી આવે દેહે,જે સમજ થી સઘળુ દઇ દે
                                      ………..મળે માનવદેહ જગત પર.
ઉંમરના બંધન તો સૌને,ના છટકીશકે કોઇ મળેલ દેહે
આજકાલની ગણતરીસાથે,માનવઉજ્વળ જીવનતરસે
મલી જાય જ્યાં ટેકો લાકડીનો,દેહે પગલાં મંડાઇ જાય
મળી જાય મનને શાંન્તિ ત્યાં,લાગે પ્રભુ કૃપાછે વરસે
                                       ………..મળે માનવદેહ જગત પર.

=================================

કૃપાળુ જીવન


                       કૃપાળુ જીવન

તાઃ૧૩/૩/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મૃદુ પવનની જ્યાં લહેરમળે,ત્યાં  હૈયુ હરખાઇ જાય
નિત્ય પ્રેમની જ્યોત જલે,ત્યાં જીવન ઉજ્વળ થાય
                               ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.
આગમને અવનીએ જીવ,આધીવ્યાધીમાં અટવાય
સરળતાની શોધ મળતા,માનવ જીવન છે લહેરાય
મળે એક મહેંક પ્રેમની,સરળતા જીવનમાં  કેળવાય
આંગણુ  ઉજ્વળ દીસે,ને સરળજીવન પણ મેળવાય
                                 ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.
નિત્ય સવારે નિર્મળ હૈયે,પરમાત્માની ભક્તિ થાય
મોહ માયાના બંધન છુટે,ત્યાં કરુણાની વર્ષા થાય
ડગલેપગલે પ્રેમમળે,ને પવિત્રજીવન જીવી જવાય
મનની માયા દુર ભાગે,ને જગના બંધન છુટી જાય
                                  ………મૃદુ પવનની જ્યાં લહેર મળે.

****************************************

વસંતને વધામણા


                         વસંતને વધામણા

તાઃ૧૨/૩/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો આવ્યો વસંત વ્હાલો,લાવ્યો મહેંક અનેરી
સુગંધ એવી આવી જગપર,ખુશી માનવી મનથી
                            ………..આવ્યો આવ્યો વસંત વ્હાલો.
મૃદુ પવનની લહેર મળે,ને મન પ્રફુલ્લિત થાય
શ્વાસોશ્વાસની દરેક પળે,સુગંધ પણ પ્રસરી જાય
લાગે માયા કુદરતની,ત્યાં જીવન ઉજ્વળ થાય
લેખ લખેલ ઉજ્વળલાગે,ને ભક્તિ પણ મેળવાય
                            …………આવ્યો આવ્યો વસંત વ્હાલો.
સ્નેહની સાંકળ મળતાં જીવને,ઋતુ ઋતુ પરખાય
મેધગર્જના ત્રાટક લાગે,ને વસંતે માનવ હરખાય
પુષ્પખીલી જ્યાં રંગેપ્રસરે,ત્યાંનૈનો  પણ લલચાય
આવી રહેલીપ્રેમની હેલી,લીલા કુદરતની કહેવાય
                            ………….આવ્યો આવ્યો વસંત વ્હાલો.

==================================