Posted on એપ્રિલ 30, 2010 by Pradip Brahmbhatt
૧ લી મે,ગુજરાતની
તાઃ૧/૫/૨૦૦૯-૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતની ગરવી ગાથામાં, ઉજ્વળ થયા જે નામ
લાગણીપ્રેમ ને સ્નેહમેળવી,જગેઉજ્વળ તેમનાકામ
…….ગુજરાતની ગરવી ગાથામાં.
બાપુ ગાંધી લઇને આવ્યા,દેશ સ્વતંત્રતાનો પૈગામ
ભારતદેશની શાનમાં,મુકીગયા મહાત્માગાંધી નામ
વલ્લભભાઇની સાચી રાહે,ચાલીરહ્યા સૌ સંગાથીથઇ
આઝાદીની અનોખી શાનમાં,બની ગયા એ નેતાજી
…….ગુજરાતની ગરવી ગાથામાં.
કસ્તુરબાએ સાથ દીધો,ને દ્વારકાધીસની મળી કૃપા
નરસૈયાની કલમ નિરાળી,ભક્તિનીમળી ગઇ વાણી
શૌર્યકથાઓ મેધાણીની,હિંમત ગુજરાતીમાંછે આણી
હિન્દુ મુસ્લીમ મળી ગયાં,ત્યાં દેશને આવી આઝાદી
…….ગુજરાતની ગરવી ગાથામાં.
તીર મારેએ હોય ગુજરાતી,વીર હોય તે પણ ગુજરાતી
સમજીચાલે એગુજરાતી,ને જગમાં પ્રસરેલછે ગુજરાતી
મનથીમહેનત તનનીસાથે,ના ભુખ્યોરહે કોઇ ગુજરાતી
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મળે તમને જગમાં ગુજરાતી
…….ગુજરાતની ગરવી ગાથામાં.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a comment »
Posted on એપ્રિલ 30, 2010 by Pradip Brahmbhatt
શક્તિ
તાઃ૩૦/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલી મહેનત,જેની જીવન સંગે સહેમત
સફળતાની એ શક્તિ,ના કદી કોઇથી એ ઢળતી
……… મનથી કરેલી મહેનત.
હાના ની ના કોઇ વ્યાધી,કે ના આવે કોઇ આંધી
સરળતા સંગે સફળતા,એ ચાલે સહસંગીની થઇ
સ્વચ્છ બને જ્યાં જીવન,ત્યાં પ્રભુની કૃપા શક્તિ
માનવતાની સુવાસ મહેંકે,ને થાય સાચી ભક્તિ
…………મનથી કરેલી મહેનત.
ચિંતન મનથી થાય,જ્યાં વિચારોને વળ દેવાય
વ્યાધી ભાગતી દુર રહે,ને સફળતા મળતી જાય
શક્તિએ તાકાત મનની,જ્યાં વિટંમણા અટવાય
મળીજાય સોપાનનોસંગ,ને સફળતાઓ ઉજવાય
……….મનથી કરેલી મહેનત.
===============================
Filed under: ચિઁતન કાવ્યો | Leave a comment »
Posted on એપ્રિલ 29, 2010 by Pradip Brahmbhatt
શું મેળવ્યુ?
તાઃ૨૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનુષ્ય પોતાની જાતને હોશિયાર સમજી કરોડો લોકોને
ઉલ્લુ બનાવે છે,જે જગતમાં જોઇ શકાય છે.છતાં આ કળીયુગની
દેખાવની હવાને કારણે કોઇ પગલુ ભરાતુંનથી. તેથી દુઃખી માણસ
દુનીયાના કોઇપણ દેશમાં સુખની દીશા પણ જોઇ શકતો જ નથી.
કરોડો ડોલરો કે રૂપીયાને માનવીના હિતમાં ન વાપરતાં પાંચદસ
માણસની વધારાની બુધ્ધિ જે ખોટા રસ્તે જ દોરે છે તેમાં કોઇ કંઇ
કરી શકતુ જ નથી.તેમાં સૌ પ્રથમ તો ચંદ્ર પર જવાની જરૂર શી?
પૃથ્વી પર ભગવાને જન્મ આપ્યો છે તો તે સાર્થક કરવા માટે તમારી
માણસાઇનો ઉપયોગ કરી ગરીબ,અપંગ,ભુખ્યા,નિરાધારને સહારો
આપી તેમના જીવનને મદદરૂપ થવુ જરુરી છે નહીં કે લોકોએ કરેલી
મહેનતમાંથી મેળવેલ પૈસા (Social security) ને દેખાવ માટે
બગાડવા.સહારો બનવાને બદલે થોડા વર્ષો પર અઢળક ખર્ચો કરી
ત્યાં જીવ નથી તે જાણી એક પત્થર લઇ આવ્યા છે.જે નાસામાં છે.
અને હમણાં જઇને જોઇ આવ્યા છે કે ત્યાં પાણી છે.પરમાત્માની
સામે મનુષ્ય કાંઇજ નથી. આ ખર્ચા કરી લોકોની હાય મેળવી બીજુ
શું મેળવ્યું? પૃથ્વી પર ત્રણ ભાગ પાણી છે અને એક ભાગ જમીન
છે, તે તો બાળપણથી જગત જાણે છે.ત્યાં પહોંચેલ માણસ કરી શુ
શકવાનો છે?કારણ ભગવાન એ જગતકર્તા છે.પાણી જોનાર માણસ
પાછળ ગરીબો અને મહેનત કરી જીવતા માણસોનીમજુરીએ મેળવેલ
આવકનો ધુમાડો કરી વલખાં મારી પાછોઆવવાથી તે જગત માટે કે
માનવ માટે કાંઇજ કરી શકવાનો જ નથી.
અત્યારે આ દેશમાં હાથમાં બોર્ડ લઇને લોકો ભીખ માગે
છે જે મેં જોયેલ છે.તો શા માટે જ્યાં જન્મ મળ્યો છે તે સાર્થક કરવા
પ્રયત્ન થતો નથી? કેમ ચંદ્ર પર જ માણસ જાય છે તમારી સુર્ય પર
જવાની તાકાત કેમ નથી? અઢળક નાણાનો બગાડ કરી ચાંચ ઉચીં
રાખવાની કોઇ જરૂર ખરી?
આટલા વર્ષોથી ફક્ત ચંદ્ર પર જઇ અમેરીકા,ભારત,રશીયા
કે બીજા કોઇપણ દેશે પૈસાનુ પાણી સિવાય બીજુ કર્યુ શુ? પાણી જોયુ
જે પરમાત્માએ પહેલેથી જ રાખેલ છે.
વૈજ્ઞાનીકોની કોઇ તાકાત નથી કે તે કુદરતને હલાવી શકે.
એક વાવાઝોડુ કે વરસાદ રોકી શકાતો નથી તે બીજુ શું કરી શકે?
હા તે દેખાવ માટે અને કુદરતે જે રચના કરી છે તે તેની આંખથી
કે પછી દુરબીનથી જોઇ શકે અને તેમાં કોઇ ફેર કરવાની એક અંશની
પણ તાકાત નથી.તો શા માટે ગરીબોના અને મહેનત કરી જીવતા
માણસોના પરસેવાના પૈસા દુનીયાને દેખાડવા વ્યર્થ કરી તેમણે શું
મેળવ્યુ?
પોતાનુ આયુષ્ય? ના.
કોઇની કૃપા? ના.
ગરીબોની હાય? હા.
નાણાંનો વ્યય? હા.
==================================
Filed under: સામાજીક | Leave a comment »
Posted on એપ્રિલ 29, 2010 by Pradip Brahmbhatt
સાચી સૉડ
તાઃ૨૯/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાસુમાની સૉડમાં રહેતાં,સધળુ જ મળી જાય
ના વ્યાધી ઘરમાં રહે,ને ભરથાર પણ હરખાય
………..સાસુમાની સૉડમાં રહેતાં.
ઉજ્વળ જીવનની કેડી વહુને,આશીશે જ દેખાય
મળેપ્રેમ સાસુ સસરાનો,જે માબાપ હવે કહેવાય
પુંજન અર્ચન કરતાં પહેલા,સાસુને પગે લગાય
આશીર્વાદ મળીજતાંતો,પરમાત્મા પણ હરખાય
……….સાસુમાની સૉડમાં રહેતાં.
પતિને ઉભરે પ્રેમ હદયથી,જે સંગે રહેતા દેખાય
માબાપને ખુશી દેખતાં,સંતાનનેય આનંદ થાય
પારકા ઘરની જેપુત્રી,મેળવે જ્યાં માબાપનોપ્રેમ
સંસ્કારનીએ મહેક જોઇઆજે,પતિદેવ રહે હેમખેમ
………..સાસુમાની સૉડમાં રહેતાં.
કુદરતની આ કામણ લીલા,માબાપથી અનુભવાય
સંતાનનો સહવાસ લેવો,એ ક્રમ જગતનો કહેવાય
બાળપણ ને ઘડપણ સંગે,જ્યાં પવિત્ર વર્તન થાય
પતિ,પુત્રી કે સંતાન જગે,માના સંબંધથી સહેવાય
……….સાસુમાની સૉડમાં રહેતાં.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
Filed under: કૌટુંમ્બિક કાવ્ય | Leave a comment »
Posted on એપ્રિલ 28, 2010 by Pradip Brahmbhatt
લખી લીધું
તાઃ૨૮/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કોઇએ આંગળી ચીંધી,કે ના કોઇએ જકડી લીધી
કૃપાથતાં માસરસ્વતીની,મેં ચાર પંક્તિ લખી લીધી
……….ના કોઇએ આંગળી ચીંધી.
ભણતરની ના ગુલામીલીધી,કે ના લાગવગને પકડી
સાચી સીડી પ્રેમનીમળતી,જેણે મતીને પ્રેમમાં જકડી
કળીયુગી નાસ્પર્શી આદેહને,કે ના મોહમાયાએ લટકી
સાચા સંતે ચીધી આંગળી,જેણે લખવા બુધ્ધિને પ્રેરી
………..ના કોઇએ આંગળી ચીંધી.
સ્નેહ સર્જકોનો સંગ દેતાં,માની કૃપા પણ મળી ગઇ
આજકાલના વિચારવમળમાં,એ વર્ષોથી વહેતી થઇ
લાગણી તો હૈયેથી ઉભરે,ને હેતતો માનવતાએ મળે
સથવાર મળે જ્યાં બંન્નેનો,ત્યાં કાગળે કલમને જકડી
…………ના કોઇએ આંગળી ચીંધી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Filed under: પ્રેમગીત | Leave a comment »
Posted on એપ્રિલ 27, 2010 by Pradip Brahmbhatt
ગબડી પડ્યો
તાઃ૨૭/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મુન્નો મારો છે મોટો દીકરો,ને તેજુ મારો નાનો
મનથી રાખુ હેત બંન્ને પર,બનુ પિતા હુ અનેરો
……….મુન્નો મારો છે મોટો દીકરો.
લાગણી જોતાં દોડીઆવે,બંન્ને નાના હતા જ્યારે
હેત અમારા મનથી લેતાં,આંગળી એ પકડે ત્યારે
સંતાનનો સહવાસ અમને,ઉજ્વળ જીવન દઇ દે
ભાવિને સંભાળવા કાજે,કહેતા ભક્તિસંગ લઇ લે
……….મુન્નો મારો છે મોટો દીકરો.
મુન્નાને થોડી માયા વળગી,પરદેશ પહોંચવા કાજે
સહવાસને થોડો દુર રાખી,એના વિચારોમાંજ રાજે
ના અણસાર મળ્યો અમને,પણ શોધી લીધી છોરી
આવી ગયો એ અમેરીકા,ને ત્યાં મેળવી જીવે હોળી
………મુન્નો મારો છે મોટો દીકરો.
નાનો મારો હેત મેળવે,ને માબાપ ની આશીશ લે
મહેનતનો એણે સંગરાખ્યો,ત્યાં સ્રરળતા માણી લે
સોપાનસુંદર સંગે માબાપને,ભક્તિપ્રેમ ઘરે મળ્યો
સફળ જન્મ મેળવીલીધો,ને કર્મ ઉજ્વળ કરીલીધા
………મુન્નો મારો છે મોટો દીકરો.
જુવાનીનાપંથે આવતાં,સંતાનને જે મળે સહવાસ
જીવન જીવવાની કડી મળે,જે દેહને જ દોરી જાય
મુન્નાની માયા પરદેશની,ના મળે સહવાસ કે સાથ
ગબડી પડ્યો એ જીંદગીમાં,ત્યાં ના પકડે કોઇ હાથ
………મુન્નો મારો છે મોટો દીકરો.
+++++++++++++++++++++++++++++++
Filed under: કૌટુંમ્બિક કાવ્ય | Leave a comment »
Posted on એપ્રિલ 26, 2010 by Pradip Brahmbhatt
રાત્રીને વધામણા
તાઃ૨૬/૪/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન તો છે વહેતુ ઝરણું,જે ખળખળ વહેતુ જાય
સરળતાનો સહવાસ મળે,ને સુખદુઃખ સહેતુ જાય
………..જીવન તો વહેતુ ઝરણું છે.
જીવના સંબંધ અવતરણ સંગે,જન્મતા સહવાય
ઉત્તર,દક્ષિણ,પુર્વ,પશ્ચીમ,એતો સમયેજ સમજાય
માનવ દેહને મહેનત વળગે,જે દીવસે જ દેખાય
અંધારુ પામતા રાત્રીનું,દેહને શાંતિ જ મળીજાય
………..જીવન તો વહેતુ ઝરણું છે.
ઉજ્વળ જીવનમાં સદા,શહેનાઇઓ જ છે સંભળાય
સ્નેહશાન્તિ ને પ્રેમનીવર્ષા,જ્યાં સંબંધને સચવાય
પાવન કર્મ કરવા જીવને,ભક્તિનોસંગ મળી જાય
સુર્યોદયનો સહવાસ મળે,જ્યાં રાત્રી પ્રેમ સહવાય
…………જીવન તો વહેતુ ઝરણું છે.
++++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »