કળીયુગી બુધ્ધિ


                         કળીયુગી બુધ્ધિ

તાઃ૩૦/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભેદભાવની ચાદર લઇને,માનવી જ્યાંત્યાં ફરે જઇ
ભોળા મનના માનવી જોઇને,ગળે લટકાવી દે ભઇ
                                     ……….ભેદભાવની ચાદર લઇને.
કરુણાના સાગરમાં જીવતા,માનવતા લેતા અહીં
એકબીજાના હાથ પકડી,જીવતા પ્રભુ કૃપાને લઇ
માનવતાની મહેકજોતા,પરમાત્મા હરખાતા જોઇ
સહારાની શીતળ છાયાથી,માનવતા મહેંકાઇ ગઇ
                                     ………..ભેદભાવની ચાદર લઇને.
કળીયુગની કાતર ફરતાં,જગે માનવતા ચાલી ગઇ
ભેદભાવની ચાદર સાથે,ધર્મનો દુશ્મન આવ્યો ભઇ
હિન્દુઆ ને મુસ્લીમતુ બતાવી,ખ્રિસ્તી બન્યો હું અહીં
સમજણને અણસમજ બતાવી,દુશ્મન બનાવ્યા ભઇ
                                       ……….ભેદભાવની ચાદર લઇને.
માનવતાને નેવે મુકાવે,એકળીયુગની ભઇ ઘેરીરીત
દેખાવની દુનીયાની યારી,ના ભરવા દે ખોબે પાણી
ભક્તિભાવને પ્રેમે પકડી લેતાં,ભેદભાવ ભાગી જાય
મળી જાય માયા પ્રભુની,જીવને મુક્તિએ લઇ જાય
                                       ……….ભેદભાવની ચાદર લઇને.

           ******************************

જીવની જીદ


                           જીવની જીદ

તાઃ૨૯/૬/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જીવને  જગમાં,આનંદ આનંદ થાય
મળેલ દેહને માયા મળતાં, જીદમાં  જકડાઇ જાય
                                 ………જન્મ મળતાં જીવને  જગમાં.
ઘોડીયું મળતાં જ બાળકને,માતાનો પ્રેમ મળીજાય
ઝુલતુ ઘોડીયુ અટકે જરા,ત્યાં ઉંઆ ઉંઆ થઈ જાય
માની મમતાની જીદની માગણી,મોં ખુલતા દેખાય
ઝુલણું માતાનુ સાંભળી દેહને,ઉંઘ પણ આવી જાય
                                 ………જન્મ મળતાં જીવને  જગમાં.
જુવાનીના સોપાનો ચઢતાં,અનેક રસ્તાઓ દેખાય
મહેનત મનથી સમજતાં,આવતી કાલ ખુલી જાય
જીદ ભણતરની મનથી કરતાં,મહેનત સાચી થાય
ઉજ્વળતાની મહેર મળતાં,જીવન પણ મહેંકીજાય
                              ………. જન્મ મળતાં જીવને  જગમાં.
મળેલ દેહની સાર્થકતા, જીવની લાયકાત કહેવાય
મળે જીવને લકીર ભક્તિની,જે સંતથીજ મેળવાય
મનમાં રાખતા જીદ કૃપાની,જે શ્રધ્ધાએ મળીજાય
મુક્તિનો માર્ગ મોકળો,જે જીવની જીદથી થઇ જાય
                                 ……….જન્મ મળતાં જીવને  જગમાં.

============================

સાચો સહવાસ


                             સાચો સહવાસ

તાઃ૨૮/૬/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો મને સહવાસ સંતાનોનો,જે સરસ્વતીના ઓળખાય
હ્યુસ્ટન એવુ ગામ પ્યારુ,જ્યાં લેખકોને મળવાનુ મનથાય
                                           ……….મળ્યો મને સહવાસ સંતાનો.
પેન હાથમાં હતી જ્યારે,ત્યારે સોપાન ભણતરના મેળવાય
એકડો બગડો શીખી જતાં,ગુરુજીને વંદન પગેલાગીને થાય
આશીર્વાદ બે હાથેદેતાં,વિધ્યાર્થીનુ જીવન ઉજ્વળથઇજાય
દેહને મળેલ આ કેડીને જોતાં,માબાપ સંગે ગુરુજીય હરખાય
                                             ………મળ્યો મને સહવાસ સંતાનો.
ઉજ્વળ કુળની ભઇ કૃપાનિરાળી,જે કલમનો દઇદે સહવાસ
જન્મસાર્થક કરવા આદેહનો,રહે કલમ અને જીભે માનોવાસ
કલમની કેડી આ જગે નિરાળી,જે સહવાસે તો દોડતી જાય
મળે જ્યાં સાચો પ્રેમ અંતરથી,ત્યાં ના કોઇથીય એ રોકાય
                                            ……….મળ્યો મને સહવાસ સંતાનો.
આજકાલની રામાયણમાં ભઇ,ભુતકાળને કોઇથી નાભુલાય
કલમની એવી કમાલ જગમાં,જે ભુતકાળ પાવન કરીજાય
સહવાસ મળે જ્યાં ભાવનાથી,ત્યાં હ્યુસ્ટન યાદ આવીજાય
ભાઇ બહેનનો જે પ્રેમ નિખાલસ,એવો સહવાસ આપી જાય
                                           ……….મળ્યો મને સહવાસ સંતાનો.

++++++++++++++++++++++++++++++++

માળાનો મણકો


                      માળાનો મણકો

તાઃ૨૭/૬/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતના કારોબારમાં જગે,ના કોઇથીય છટકાય
સરળતાનો સહવાસ મળે,ત્યાં અસર ઓછીથાય
                                ………..કુદરતના કારોબારમાં જગે.
માની લેતુ મન માનવીનુ,જ્યાં ના કશુ સમજાય
સરળ દેખાતો સહવાસ દેહને,ગેર માર્ગે લઇ જાય
જેમ મણકા માળાના જોતાં,સરખા બધાજ દેખાય
કયા મણકાનો કયો મંત્ર,એ સમજતાં અસર થાય
                                  ……….કુદરતના કારોબારમાં જગે.
દેહ દીસે માનવીનોઆંખે,ના તેના મનને પરખાય
સમયે પકડે હાથ તમારો,એ સહારો સાચો કહેવાય
અજબલીલા અવિનાશીની,ઉજ્વળ સ્નેહે મેળવાય
સ્વર્ગની સીડી મળી જાય,જ્યાંમણકો પકડાઇ જાય
                                  ………..કુદરતના કારોબારમાં જગે.

+++++++++++++++++++++++++++++++

Pradip Brahmbhatt – eeHaaRadio.com – Audio


Please click here to hear the show, Pradip Brahmbhatt with friends on Radio on 06/26/2010

Radio Show: eeHaaradio.com – Weekend Radio Show in Houston, TX.

Good Job Papa!

Post was created by:
Dipal & Ravi

મિત્રતા


                             મિત્રતા

તાઃ૨૬/૬/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણેલી જીવનની ઘડીઓને,ના કોઇથી ભુલાય
યાદગીરી રહે એજીવને,જ્યાં મિત્રતા સચવાય
                              ……….ગણેલી જીવનની ઘડીઓને.
સમજણ આવે જીવનમાં,ત્યાં સોપાનો ઓળખાય
કુદરતની આ કરિશ્માને,ના માનવીથી સમજાય
કરુણા પ્રેમ આશીશમળે,જ્યાં શ્રધ્ધાનેજ પકડાય
પ્રેમ નિખાલસ મળેજીવને,જે મિત્રતાએ મેળવાય
                               ……….ગણેલી જીવનની ઘડીઓને.
સ્વાર્થ મોહને દુર કરતાં,ઉભરે છે અંતરમાં ઉજાસ
ભક્તિ પ્રેમથી પારખી લેતાં,સહવાસી મળી જાય
સાંકળ સાચી સ્નેહની,અંતરને આનંદ આપી જાય
નિર્મળ પ્રેમ મળે મિત્રતાએ,જે અંત સુધી લેવાય
                               ………..ગણેલી જીવનની ઘડીઓને.
મિત્ર મિત્રતા મળીરહે,ને મોહ માયા ને ભાગંભાગ
સંસ્કારસિંચન એ કુદરતી,ત્યાં લોભસ્વાર્થ અટવાય
મળી જાય એ મનથી,જ્યાં ભક્તિ પ્રેમને મેળવાય
સાચી કેડી જીવનની દીસે,ત્યાં મિત્રતાય વખણાય
                                  ……….ગણેલી જીવનની ઘડીઓને.

=+++++++++++++++++++++++++++=

વિચાર ધારા


                       વિચાર ધારા

તાઃ૨૫/૬/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી ભક્તિ કરી તુ લેજે
જીવની શાંન્તિ મેળવી લેજે

                            સ્વાર્થ સ્નેહને મુકી દેજે
                            સાંકળ મોહની તોડી દેજે

ભક્તિ જ્યોત તુ સમજી લેજે
સાર્થક જીવન કરી તુ લેજે

                            સંતાન નો સહવાસ મેળવી
                            પાવન જીવન પામી લેજે

કરજે પ્રેમ ને લેજે પ્રેમ
જીવન તારુ રહેશે હેમખેમ

                            લાગણી માયા ને મોહ છોડી
                            જીવનને લેજે ભક્તિથી જોડી 

માગણી કરજે મનથી પ્રભુથી
આંગણે આવે પ્રભુ ખુશીથી

                           પ્રદીપને પ્રેમ સાચી ભક્તિથી
                     રમા,રવિ,દીપલ સંગે જલાસાંઇથી

++++++++===============++++++++

પાઘડી


                                 પાઘડી

તાઃ૨૪/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પહેરી લીધી પાઘડી માથે,ના પા ઘડીય સચવાય
વાંકી ચુકીને સીધી ગોઠવતાં,પોણી ઘડીય વેડફાય
                                  ………..પહેરી લીધી પાઘડી માથે.
માથે પાઘડી દંભ આપે,ને દેહ અભિમાને જ ઢંકાય
કળીયુગમાં જ્યાં પડે લાકડી,ના કોઇથીએ સચવાય
સતયુગમાં એ સિંહ હતા,ગર્જના સાંભળતા ગભરાય
પાઘડી આજે પહેરી નીકળે,ચાર ચમચાથી સચવાય
                                   ………..પહેરી લીધી પાઘડી માથે.
લીલાન્યારી માથે પાઘડીની,સમય સમયે બદલાય
લાલ લીલી પીળી કે ભગવી,એપ્રભુકૃપાએ સમજાય
મુક્તિલેવા વ્યાધીઓથી,કળીયુગમાં માથેના રખાય
સરળતાની શાંન્તિ મળે,ત્યાં પાવન જન્મ થઇ જાય
                                   ……….. પહેરી લીધી પાઘડી માથે.
વરરાજાની પાઘડીએ,માબાપનુ કન્યાદાન જ થાય
પતિની પાછળ ચાલેનારી,ત્યાં સંસાર ઉજ્વળ થાય
કળીયુગમાં નાપુછે પાઘડીને, એ બુધ્ધી બાંધી જાય
પત્નીસંતાન જ્યાંભાગે દુર,ત્યાં સંસાર થઇજાય ધુળ
                                     ……….પહેરી લીધી પાઘડી માથે.

      ============================

વ્હાલુ બાળપણ


                        વ્હાલુ બાળપણ

તાઃ૨૩/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મને વ્હાલુ મારું બાળપણ,ના તકલીફ વ્યાધી કોઇ
ઘોડીયામાં હું ઝુલ્યા કરું,હિંચકાવે મારી વ્હાલી ફોઇ
                                   ……….મને વ્હાલુ મારું બાળપણ.
મમ્મીની સૉડ મને મળે,આખી રાત હું નિંદર લઉ
ભુલથી જો મારી આંખ ખુલે,તો ટહુકો હું માને દઉ
ચાદરભીની થતાં રડુ,મા કોરામાં સુવાડી હેતે બહુ
જીવને અખંડ શાન્તિ મળે,ને વ્હાલ કરે ઘરમાં સૌ
                                  ……… મને વ્હાલુ મારું બાળપણ.
ઘોડીયે પથારીએ રહ્યા કરું,ઝુલવાની લાગી માયા
રાજા શાહી નો લાભ મળે,ને  વ્હાલ કરે મને મારા 
દેહને શાંન્તિ જીવને પણ,ના ફીકર ને ચિંતા કોઇ
આરામ હરામ મોટાઓને,એ મને ના સ્પર્શે અહીં
                                  ……….મને વ્હાલુ મારું બાળપણ.
ઉંમર થી હુ દુર રહું,તો મળી જાય મને સન્માન
દીવા ની ના જરુર પડે,એ સામેથી આવી જાય
મળી જાય તનમનને વિશ્રામ,બાળપણે લેવાય
ઉંમરવધતા ઓળખાય,જ્યાં વ્યાધીઓ શરૂથાય
                                 ……….મને વ્હાલુ મારું બાળપણ.

(((((((=====)))))))(((((((======))))))

પાવન કર્મ


                             પાવન કર્મ

તાઃ૨૨/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણનાયકનુ શરણું વ્હાલુ,જન્મ આ સાર્થક થાય
મળેલ માનવજીવન આ,પાવનકર્મે મહેંકી જાય
                                 ……….ગણનાયકનુ શરણું વ્હાલુ.
ઉગમણી ઉષા ને નિરખી,ઘરમાં ધુપઅર્ચન થાય
જીવનીઝંઝટ ત્યાં ભાગેદુર,જ્યાં ઘીનો દીવોથાય
ભોલેનાથ ખુબ હરખાય,ને માપાર્વતી રાજી થાય
ભક્તિ વર્ષા મળતાં જીવને,આજન્મ સફળ દેખાય
                                   ………ગણનાયકનુ શરણું વ્હાલુ.
રીધ્ધી સીધ્ધીના એદેવતા,ગણનાયક ઓળખાય
ગજાનંદના પ્રેમાળ સ્નેહે,ભક્તિ સાચી પણ થાય
મન વચનને વાણી વર્તન,એ ભક્તિએ બદલાય
પાવન કર્મ આજન્મે કરતાં,પ્રભુ કૃપા મળી જાય
                                ………..ગણનાયકનુ શરણું વ્હાલુ.
કલમ ક્ળીયુગથી ભાગેદુર,જ્યાં ભક્તિપ્રેમે થાય
ભાગ્ય વિધાતાના લેખથી,જન્મ સફળ થઇ જાય
મુક્તીઆવે જ્યાં બારણે,ત્યાંજન્મમરણ ટળીજાય
લેખવીધીના અટકે,જ્યાં ભક્તિ સાચી થઇ જાય
                                   ……….ગણનાયકનુ શરણું વ્હાલુ.

++++++++++++++++++++++++++++